સાંસદ દાનિશ અલિને માયાવતીએ પાર્ટીમાંથી નિવંબિત કર્યો : કોંગ્રેસની નજીક જતા હોવાનો આક્ષેપ
- એક સમયે દાનીશઅલી માટે ભાજપના સાંસદ રમેશ બિધુડીએ કઠોર વિધાનો કર્યા ત્યારે રાહુલ ગાંધી તેમના નિવાસસ્થાને મળવા ગયા
લખનૌ : બહુજન સમાજ પાર્ટીએ (બસ પાસે) પોતાના સાંસદ દાનીશ અલિને પાર્ટી વિરોધી ગતિવિધિ માટે પાર્ટીમાંથી નિવબિત કર્યા છે. બરુપા અધ્યક્ષ (માયાવાતએ) કહ્યું હતું કે તેઓને વારંવાર ચેતવણી આપી હોવા છતાં તેવો કોંગ્રેસની નજીક સરકી રહ્યા હોવાથી આ પગલું લેવું પડયું છે. વારંવાર ચેતવણી આપ્યા છતાં દાનિશઅલિ સતત કોંગ્રેસ તરફ જઈ રહ્યા હતા.
કહેવાય છે કે ઉત્તર પશ્ચિમના ઉ.પ્ર.માં આવેલા રોહીત-ખંડ તરીકે ઓળખાતા વિસ્તારમાં દાનિશઅલિનું ઘણું પ્રભુત્વ છે.
આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે દાનિશઅલિ માટે ભાજપના સાંસદ રમેશ બિધુડીએ કેટલાક કઠોર વિધાનો કર્યા હતા. તે પછી તેમની ઉપર ઘણી ટીકાઓ થઈ રહી હતી. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (સપ્ટેમ્બરમાં) તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેઓની સાથે લંબાણ મંત્રણાઓ કરી હતી. ત્યારથી દાનિશઅલિને ઝુકાવ. કોંગ્રેસ તરફી રહ્યો હોવાનું જાણવા મળે છે.
નિરીક્ષકોનું તેવું પણ મંતવ્ય રહ્યું છે કે દાનિશઅલિ હવે બહુજન સમાજ પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ જશે.