મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કર્યા મોટા ફેરફાર, કમલનાથને ઝટકો, જીતૂ પટવારીને બનાવ્યા પ્રદેશ અધ્યક્ષ

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કર્યા મોટા ફેરફાર, કમલનાથને ઝટકો, જીતૂ પટવારીને બનાવ્યા પ્રદેશ અધ્યક્ષ 1 - image

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ચૂંટણીમાં હાર બાદ કમલનાથે રાજીનામું આપી દીધું છે. પાર્ટી હાઈકમાન્ડે હવે જીતૂ પટવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જીતૂ પટવારી રાહુલ ગાંધીના નજીકના નેતા છે. આ સિવાય આદિવાસી નેતા અને ધારાસભ્ય ઉમંગ સિંગારને વિરોધ પક્ષના નેતા અને હેમંત કટારેને ઉપ વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે.

હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં જ્યારે ભાજપને 163 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસને 66 બેઠકો મળી છે. વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે ભાજપે સાડા 16 વર્ષથી મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી રહેલા શિવરાજ સિંહ ચૌહાણના સ્થાને ઉજ્જૈન દક્ષિણ વિધાનસભાથી ધારાસભ્ય ડૉ. મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા છે, તો આ વખતે બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવાયા છે. ભાજપ દ્વારા કરાયેલા આ પરિવર્તનની અસર મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ પર પણ જોવા મળી. જેના પરિણામે કોંગ્રેસે પણ પ્રદેશમાં મોટા ફેરફાર કરી દીધા છે.

આ સિવાય છત્તીસગઢમાં પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ દીપક બૈજનો કાર્યકાળ યથાવત્ રાખ્યો છે. જ્યારે કોંગ્રેસે તાત્કાલિક અસરથી ચરણદાસ મહંતને છત્તીસગઢના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની મોટી હાર બાદથી પ્રદેશ અધ્યક્ષ બદલવાની વાત કહેવામાં આવી રહી હતી. હવે કોંગ્રેસમાં મોટો ફેરફાર થયો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રહેલા કમલનાથની જગ્યાએ હવે કમાન જીતૂ પટવારીને સોંપવામાં આવી છે.


Google NewsGoogle News