મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નિર્દેશ પર મુસ્લિમ સમાજે કરી પહેલા, ઈન્દોરમાં દરગાહથી ખુદ ઉતાર્યા લાઉડસ્પીકર

સુપ્રીમની ગાઈડલાઈન બાદ CM મોહન યાદવનો વધારના સ્પીકરો ઉતારવા આદેશ

મુસ્લિમ સમાજની પહેલ બાદ ઈન્દોરમાં સ્વૈચ્છાએ લાઉડસ્પીકરો ઉતારવાનું શરૂ

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નિર્દેશ પર મુસ્લિમ સમાજે કરી પહેલા, ઈન્દોરમાં દરગાહથી ખુદ ઉતાર્યા લાઉડસ્પીકર 1 - image

ભોપાલ, તા.18 નવેમ્બર-2023, સોમવાર

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ (Mohan Yadav)ના નિર્દેશ અને જિલ્લા વહિવટી તંત્રની સમજાવટ બાદ ઈન્દોર (Indore)માં ઘણા ધાર્મિક સ્થળોમાં વધારાના લાઉડસ્પીકરનો ઉતારવામાં આવ્યા છે. આ મામલે મુસ્લિમ સમાજે પણ પહેલ કર્યા બાદ ઘણા ધાર્મિક સ્થળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ખજરાના વિસ્તારમાં નાહર શાહ વલી દરગાહ (Dargah)માં સહયોગ અને સ્વૈચ્છાએ લાઉડસ્પીકર ઉતારાયા છે. 

સરકાર અને વહિવટીતંત્રને સહયોગ આપવા મુસ્લિમ સમાજની અપીલ

ખજરાના દરગાહ કમિટીના અધ્યક્ષ ડૉ.રિજવાન પટેલે મીડિયાને જણાવ્યું કે, ધાર્મિક સ્થળો પર લગાવાયેલા સ્પીકરો ઉતારી દેવાયા છે. તેમણે અપીલ કરી છે કે, મુસ્લિમ સમાજ સરકાર અને વહિવટીતંત્રને સહયોગ આપે.

સુપ્રીમની ગાઈડલાઈન બાદ વધારના સ્પીકરો ઉતારવા આદેશ

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ધાર્મિક સ્થળો પર વધારાના લગાવાયેલા સ્પીકરો ઉતારવાનો આદેશ બહાર પાડ્યો હતો અને મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમને પ્રથમ આદેશ હતો. 


Google NewsGoogle News