ભાજપ નકલી સનાતની? જેડીયુએ MPના CM મોહન યાદવનો જૂનો VIDEO શેર કરી ખળભળાટ મચાવ્યો

મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવ (Mohan Yadav) ને તેમના સીએમ જાહેર કરી દીધા છે

જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે આ વીડિયો એક્સ પર શેર કર્યો હતો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ભાજપ નકલી સનાતની? જેડીયુએ MPના CM મોહન યાદવનો જૂનો VIDEO શેર કરી ખળભળાટ મચાવ્યો 1 - image


BJP Sanatan Fake | મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવ (Mohan Yadav) ને તેમના સીએમ જાહેર કરી દીધા છે. તેના આ પગલાની અસર હવે ચારેકોર દેખાવા લાગી છે. બિહારના જેડીયુએ ભાજપને ઘેરતાં મોહન યાદવનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. 

શું છે વીડિયોમાં? 

જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમાર (JDU Neeraj Kumar) એ એક્સ પર આ વીડિયો શેર કરતાં કહ્યું કે ભાજપનો હિન્દુત્વ ફેક છે અને તે આજે ઉઘાડો પડી ગયો છે. તેમણે કહ્યું કે એ વાતની આજે પુષ્ટી થઈ ગઈ કે ભાજપમાં ફેક સનાતનીને સન્માન મળે છે. મધ્યપ્રદેશમાં નવા ચુંટાયેલા મુખ્યમંત્રી મોહન યાદવનું માનવું છે કે સીતા માતા વન નહોતા ગયા પણ તેમનો તલાક થયો હતો. તે પૃથ્વીમાં સમાઈ નહોતા ગયા પણ તેમણે આપઘાત કર્યો હતો. જગત જનની સીતા વિશે આવી ટિપ્પણી કરવી કે તેમના તલાક થયા હતા અને તેમણે આપઘાત કર્યો હતો તે સીધી રીતે સીતા માતાનું અપમાન છે. આ બિહારની ધરતી છે. જગત જનનીનું અપમાન કરનારને આજે ભાજપે સીએમ બનાવી દીધા છે. 

સીતા વિના પ્રભુ શ્રી રામનું નામ અધૂરું 

નીરજ કુમારે એક્સ પર લખ્યું કે ખુદને રામભક્ત તરીકે ઓળખાવતા સીતા માનું અપમાન કરે છે, જગત જનની મા સીતા વિન પ્રભુ શ્રી રામનું નામ અધૂરું છે. આ કેવા ફેક સનાતની છે જેમણે મા સીતાનું અપમાન કર્યું, મા સીતાને તલાક લેનારા અને આપઘાત કરનારા કહ્યાં તેમને ભાજપે સન્માનિત કર્યા. 

મોહન યાદવના વીડિયોમાં શું હતું? 

નીરજ કુમારે નિવેદન જાહેર કરતાં એક્સ પર મોહન યાદવનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે કહી રહ્યા છે કે આ તલાક પછીનો જીવન સમજી લો તમે, સારી ભાષામાં કહીએ તો પૃથ્વી ફાટી ગઈ અને મા સીતા તેમાં સમાઈ ગયા અને સરળ ભાષામાં સરકારી ભાષામાં કહીએ તો એક રીતે તેમની પત્નીએ તેમની સામે પોતાનું શરીર ત્યજી દીધું અને શરીર ત્યજવાને આપઘાત કરવું જ મનાય છે. 

ભાજપ નકલી સનાતની? જેડીયુએ MPના CM મોહન યાદવનો જૂનો VIDEO શેર કરી ખળભળાટ મચાવ્યો 2 - image


Google NewsGoogle News