મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 11 ગામના નામ બદલ્યા, મોહમ્મદપુરનું નામ મોહનપુર કરાયું
Madhya Pradesh: નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે 5 જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં ત્રણ પંચાયતોના નામ બદલવામાં આવ્યા હતા. હવે ફરી 12 જાન્યુઆરીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે 11 ગામોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ વખતે, શાજાપુર જિલ્લાના કાલાપીપલમાં જનતાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી.
શાજાપુર જિલ્લાના ગામોના નામ બદલ્યા
સીએમએ કહ્યું કે 'નિપાનિયા હિસામુદ્દીન'નું નામ બદલીને 'નિપાનિયા દેવ' કર્યું, 'ધબલા હુસૈનપુર'નું નામ 'ધબલા રામ', 'મોહમ્મદપુર પાવડિયા'ને 'રામપુર પાવડિયા' તરીકે, 'ખજુરી અલ્લાહદાદ'ને 'ખજુરી રામ' તરીકે ઓળખવામાં આવશે.
તેમજ 'હાજીપુર'ને 'હીરાપુર', 'મોહમ્મદપુર મચ્છનાઈ'ને 'મોહનપુર', 'રિછરી મુરાદાબાદ'ને 'રિછરી', 'ખલીલપુર' (ગ્રામ પંચાયત સિલુંડા)ને 'રામપુર', 'અંછોડ'ને 'ઉંચાવડ', 'ઘટ્ટી મુખત્યારપુર'ને 'ઘટ્ટી' અને 'શેખપુર બોંગી'ને 'અવધપુરી' કહેવામાં આવશે.
આ પણ વાંચો: યોગી-મોદી વચ્ચે દોઢ કલાક બેઠક બાદ અનેક અટકળો, દિગ્ગજ નેતાને મોટો હોદ્દો આપવાની ભલામણ!
CMએ કહ્યું- MLA કહી રહ્યા છે કંઈક અટકી રહ્યું છે
સીએમ મોહન યાદવએ કહ્યું કે, 'ધારાસભ્યના કહેવા પ્રમાણે કેટલાક ગામોના નામ અટકી રહ્યા છે અને ખટકે છે. હું કંઈ ખોટું નથી કરી રહ્યો. કારણ કે 'મોહમ્મદપુર મચ્છનાઈ'માં કોઈ મોહમ્મદ જ નથી તો આવું નામ શા માટે! ત્યાં કોઈ મુસ્લિમ ભાઈઓ હોય તો આ નામ રાખો, જો છે જ નહિ તો ધારાસભ્યના કહેવા પ્રમાણે નામ બદલીને 'મોહનપુર' કર્યું છે.'
તેવી જ રીતે, ધબલા હુસૈનપુર અને મોહમ્મદપુર પવરિયાના નામ બદલતા મુખ્યમંત્રીએ કહ્યું, 'તમે કહ્યું કે 'ધબલા હુસૈનપુર'માં જ્યારે કોઈ હુસૈન નથી, તો પછી તેને હુસૈનપુર કેમ કહેવામાં આવે!, આથી આજથી તે 'ધબલા રામ' તરીકે ઓળખાશે. તેમજ 'મોહમ્મદપુર પવરિયા'માં 'રામપુર પવરિયા'તરીકે ઓળખાશે.