મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો 2024ની સેમીફાઈનલ, ભાજપ માટે ગુડ ન્યૂઝ, જાણો વિધાનસભા-લોકસભાના ડેટા
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનની વિધાનસભાની ચુંટણીના પરિણામોની અસર લોકસભાની ચુંટણીને થશે?
જાણો શું કહે છે વિધાનસભા-લોકસભાનો ડેટા
MP,Chhattisgarh,Rajasthan Elechtion Data Analysis: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભાની ચુંટણીના પરિણામોને આવતા વર્ષે થનારી લોકસભાની ચુંટણીનું સેમીફાઈનલ કહેવામાં આવે છે. 1998ના વર્ષ પછીથી રાજ્યની વિધાનસભાની ચૂંટણી પછી તરત જ એક જ વર્ષની આસપાસ લોકસભાની ચુંટણી યોજાય છે. વર્ષ 2003 પછી તો બંને ચુંટણીના સમયગાળામાં માત્ર 6 મહિનાનો જ ગેપ જોવા મળે છે. શું વિધાનસભાની ચુંટણીના પરિણામની અસર લોકસભાની ચુંટણી પર પડી શકે છે? જાણીએ ત્રણ મુખ્ય રાજ્ય- મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના લોકસભા અને વિધાનસભાના ડેટા શું કહે છે.
રાજસ્થાન
રાજસ્થાનના ચુંટણી આંકડાઓ પર વર્ષ 1998 મુજબ વિધાનસભા અને લોકસભાની વોટીંગ પેટર્ન બિલકુલ અલગ છે. બંને ચુંટણી વચ્ચે થોડા જ મહિનાનું અંતર હોવા છતાં પણ એક ચુંટણીના પરિણામની અસર અન્યના પરિણામની કઈ ખાસ અસર જોવા મળતી નથી. 1998ની વિધાનસભા ચૂંટણીમાં અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર બમ્પર વોટ સાથે સત્તામાં આવી હતી જયારે 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. જોકે, 2003 અને 2014 વચ્ચે રાજસ્થાનમાં એક ખાસ પેટર્ન જોવા મળી હતી. આ દરમિયાન જે પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી જીતી હતી તે જ પાર્ટી લોકસભાની ચૂંટણીમાં હારી ગઈ હતી.
રાજસ્થાન: વિધાનસભા vs લોકસભા
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં પણ રાજસ્થાન જેવી જ સિયાસત જોવા મળે છે. 1998ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે બાજી મારી જયારે બીજા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપી ભારે પડી. 2003-2004માં થયેલી વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં બીજેપી ભારે પડ્યું. 2008ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ પછીના વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં તેનું પ્રદર્શન સારું ન રહ્યું.
મધ્યપ્રદેશ: વિધાનસભા vs લોકસભા
છત્તીસગઢ
2000ની સાલમાં છત્તીસગઢ રાજ્યનું ગઠન થયું. રાજ્યનો ચૂંટણીનો ડેટા જોતા કહી શકાય કે 2003 પછી કોઈપણ પક્ષની સત્તા રહી હોય પરંતુ બીજેપીએ લોકસભાની ચુંટણીમાં દરેક વખતે સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2000 પછી કોંગ્રેસ લોકસભામાં માત્ર એક કે બે વખત જ જીત મેળવી શકી છે.
છત્તીસગઢ: વિધાનસભા vs લોકસભા
આથી એમ કહી શક્ય કે ત્રણ રાજ્યોમાં છેલ્લા બે દાયકાની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ગમે તે આવે, પણ લોકસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપનો વોટ શેર થોડો વધી રહ્યો છે.