Get The App

હવે તમને ખબર પડેશે કે કેવી તકલીફ થાય છે.. ' સાંસદ પોતે અધિકારીઓ સાથે કાદવવાળા રોડ પર ચાલ્યાં

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
હવે તમને ખબર પડેશે કે કેવી તકલીફ થાય છે.. ' સાંસદ પોતે અધિકારીઓ સાથે કાદવવાળા રોડ પર ચાલ્યાં 1 - image


MP Chandrashekhar: આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નગીના લોકસભા બેઠક પરથી સાંસદ ચંદ્રશેખરે કિરતપુર બ્લોક વિસ્તારના સરાઈ ઈમ્મા, વિરડો નંગલી, જૌના અને મસનપુર બસેડામાં ચૌપાલ લગાવીને લોકોની સમસ્યાઓ સાંભળી. આ સાથે જ તેમણે ઘટના સ્થળ પર હાજર સંબંધિત અધિકારીઓને સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા માટે નિર્દેશ આપ્યો છે. 

હવે તમને ખબર પડેશે કે કેવી તકલીફ થાય છે

સાંસદ પોતે ગામના કાદવવાળા રસ્તા પર ચાલ્યા ગયા અને અધિકારીઓને પણ એ રસ્તા પર ચલાવીને કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, હવે તમને ખબર પડશે કે આ રસ્તા પર ચાલવામાં ગામ્રીણોને કેટલી તકલીફ થાય છે અને કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે. સાંસદે અધિકારીઓને રસ્તાનું સમારકામ કરવાનો નિર્દેશ આપ્યો છે.

પાણી ભરાવાની સમસ્યા પર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરને આપ્યો આ નિર્દેશ

બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગામમાં પાણીની ટાંકી માટે ખોદવામાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાથી આ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે અને તેના કારણે કાદવ થઈ ગયો છે. સરાઈ ઈમ્મા ગામના ગ્રામજનોએ ગામમાં સ્થિત ઝીશાન, મન્સૂર, હનીફ, તૌકીર વગેરેના ઘરો પાસે જર્જરિત હાઈ ટેન્શન પાવર લાઈન બદલવાની પણ માગ કરી હતી.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં ટિકિટનો વાયદો કરી ભાજપ નેતાનું મહિલા સાથે દુષ્કર્મ, ધરપકડ થતા પક્ષમાંથી હકાલપટ્ટી

5,000 રૂપિયા વીજળી બિલ હોવા પર કનેક્શન કાપી નાખે છે

ગ્રામીણોએ જણાવ્યું કે, વીજળીનું બિલ 5,000 રૂપિયા હોવા પર વીજળી નિગમ તેમનું કનેક્શન કાપી રહી છે અને તેને ફરીથી કનેક્શનના નામ પર 700 રૂપિયા વસૂલ કરી રહી છે. આ અંગે ફરિયાદ મળતાં તેમણે વીજળી નિગમના જેઈ પર રોષ ઠાલવ્યો અને કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. 

4 વર્ષનું 56,000 રૂપિયા વીજ બિલ

રોશનની પત્ની ઝુબૈરે જણાવ્યું કે, વીજળી વિભાગે મારા ઘરનું 4 વર્ષનું 56,000 રૂપિયા બિલ મોકલ્યું છે. તેમણે જેઈને બિલ સુધારવા કહ્યું. સમાજ કલ્યાણ અધિકારી હેમંત કુમારને વિધવા, અપંગ અને વૃદ્ધાશ્રમ પેન્શન કરાવવા નિર્દેશ આપ્યો છે. ગામડાઓમાં તૂટેલા રસ્તાઓ અને કાદવ પર ગુસ્સો વ્યક્ત કરતા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર સુરેન્દ્ર સિંહને તેનું સમારકામ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

સાંસદના નિરીક્ષણમાં આ લોકો હાજર રહ્યા

આ દરમિયાન પીડી જ્ઞાનેશ્વર પ્રસાદ, ડીપીઆરઓ દમનપ્રીત અરોરા, ડીડીઓ અર્ચના ગુપ્તા, એડીઓ પંચાયત બાબુરામ, ગ્રામ વિકાસ અધિકારી મહેશ અને જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્ર સિંહ, આસપા નેતા સાહિલ મહેરા, વિવેક સેન, પ્રશાંત મહાસાગર વગેરે હાજર રહ્યા હતા.


Google NewsGoogle News