Get The App

MP માં 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ અને મર્ડર કેસના આરોપીના ઘરે ચાલ્યુ બુલડોઝર, ફાંસી આપવાની માંગ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
MP માં 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ અને મર્ડર કેસના આરોપીના ઘરે ચાલ્યુ બુલડોઝર, ફાંસી આપવાની માંગ 1 - image


મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી પર રેપની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી ગયો છે. આરોપીએ બાળકી સાથે આ જઘન્ય અપરાધ કર્યા બાદ તેની હત્યા પણ કરી નાંખી હતી.

આ ઘટનાને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના ઘરને તોડી પાડવા માટે આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.આ ઘટનાનો આરોપીની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આરોપીના ઘર અને દુકાન પર બુલડોઝર દોડ્યું હતું.

બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં લોકોના ગુસ્સાને જોતા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને આરોપીના ઘર અને દુકાનને બુલડોઝ કરી દીધું હતું, જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની તપાસ ચાલી રહી છે.

આરોપીઓને ફાંસી આપવાની માંગ

6 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના વિરોધમાં બુધવારે લોકોની ભીડ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. અધિકારીઓને મેમોરેન્ડમ આપીને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી. આ સાથે તેમના ઘરને ફ્રીઝ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

આરોપી યુવતીને લાલચ આપીને લઈ ગયો હતો

18મીએ બપોરે યુવતી ઘરે એકલી હતી. આરોપીએ તેને લાલચ આપીને તેના ઘરના પહેલા માળે લઈ જઈ તેના પર રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે બાળકીએ બૂમો પાડવાનું શરૂ કર્યું તો આરોપીએ દોરડા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી આરોપીએ બાળકીના મૃતદેહને તેના ઘરની પાછળ એક ખંડેર મકાનમાં ફેંકી દીધો હતો.

આ ઘટના બાદ બાળકીનો મૃતદેહ 20 મેના રોજ મળી આવ્યો હતો. ઘટના બાદ આરોપી સામાન્ય જીવન જીવી રહ્યો હતો. આ ઘટના બાદ આરોપી ઘરે જમ્યો અને સાંજે જિમ પણ ગયો હતો. પોલીસે તપાસ કરતાં આરોપીની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News