I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણના એંધાણ! અખિલેશ યાદવ MPમાં સીટ શેરિંગના કારણે કોંગ્રેસથી નારાજ

કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા

અખિલેશ યાદવે કોંગ્રેસના નેતાઓ પર લગાવ્યો મોટો આરોપ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
I.N.D.I.A ગઠબંધનમાં ભંગાણના એંધાણ! અખિલેશ યાદવ MPમાં સીટ શેરિંગના કારણે કોંગ્રેસથી નારાજ 1 - image


Madhya Pradesh election : અગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બધા પક્ષો પોતાની તાકાત લગાવી રહ્યા છે.  આ વખતે NDAને હરાવા માટે ઇન્ડિયા ગઠબંધનની રચના કરી છે. એવામાં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ થવાની સંભાવના દેખાઈ રહી છે. એક તરફ, મધ્યપ્રદેશમાં, કોંગ્રેસે સમાજવાદી પાર્ટી માટે પોતાની સીટો છોડી નથી અને તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સાથે જ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં આજે સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને આડે હાથ લીધા હતા.  

ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણના એંધાણ 

સપાના પ્રમુખ અખિલેશ યાદવનું કહેવું છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના નેતાએ બેઠક બોલાવી હતી. જેમાં તેમણે છેલ્લી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો સંપૂર્ણ અહેવાલ બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ રાત્રે 1 વાગ્યા સુધી સમાજવાદી પાર્ટીના નેતાઓને જગાડ્યા અને ખાતરી આપી કે સમાજવાદી પાર્ટી માટે 6 બેઠકો પર વિચાર કરવામાં આવશે. જ્યારે બેઠકો જાહેર કરવામાં આવી ત્યારે સમાજવાદી પાર્ટી માટે કોઈ બેઠક રાખવામાં આવી ન હતી. તેમનું કહેવું છે કે જો તેમને અગાઉ ખબર હોત કે વિધાનસભા સ્તરે ઇન્ડિયાનું કોઈ ગઠબંધન નથી, તો તેઓ ક્યારેય ત્યાં મળવા ગયા ન હોત.

કોંગ્રેસના નેતાઓ પર લગાવ્યો મોટો આરોપ

સપાના વડાએ કોંગ્રેસના નેતાઓ પર ભાજપ સાથે મિલીભગત હોવાનો મોટો આરોપ લગાવ્યો હતો. આ મામલે તેમણે કહ્યું કે, તે લોકોની ભાજપ સાથે મિલીભગતનો ખેલ ચાલી રહ્યો છે. જો મને ખબર હોત કે ગઠબંધન રાજ્ય સ્તરે નથી, તો મેં સપાના નેતાઓને દિગ્વિજય સિંહ પાસે મોકલ્યા જ ન હોત. જો મને ખબર હોત કે કોંગ્રેસના લોકો અમારી સાથે દગો કરશે તો મેં તેમના પર વિશ્વાસ જ ન કર્યો હોત.


Google NewsGoogle News