'સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો, કોંગ્રેસના ફુગ્ગાની હવા નીકળી ગઈ' : PM મોદી

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
'સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો, કોંગ્રેસના ફુગ્ગાની હવા નીકળી ગઈ' : PM મોદી 1 - image


Image Source: Twitter

- એમપીમાં કોંગ્રેસ સરકારે દરેક કામમાં અડચણો ઊભી કરતી હતી અને કોંગ્રેસે રાજ્યને અંધારા કૂવામાં ધકેલી દીધું હતું: PM મોદી

સતના, તા. 09 નવેમ્બર 2023, ગુરૂવાર

PM Modi Railly In Satana: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના ચૂંટણી પ્રચાર માટે સતના પહોંચેલાવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને કોંગ્રેસના ફૂગ્ગાની હવા નીકળી ગઈ છે. 

રેલીને સંબોધિત કરતા પીએમ એ કહ્યું કે, રામ મંદિર બની રહ્યું છે અને તેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. હવે તમામના વિકાસનો સમય આવી ગયો છે. એમપીમાં ગરીબોના લાખો ઘર બનાવવામાં આવ્યા છે. મોદી ઘર આપવાની ગેરેન્ટી આપે છે. એમપીમાં કોંગ્રેસ સરકારે દરેક કામમાં અડચણો ઊભી કરતી હતી અને કોંગ્રેસે રાજ્યને અંધારા કૂવામાં ધકેલી દીધું હતું.

જૂઠાણાના ફૂગ્ગાની હવા નીકળી ગઈ

પીએમ મોદીએ કોંગ્રસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. તમારા મતના કારણે દુશ્મનોનું મનોબળ તૂટી ગયુ છે. કોંગ્રેસના જૂઠાણાના ફૂગ્ગાની હવા નીકળી ગઈ છે. કોંગ્રેસ પાસે મધ્ય પ્રદેશના વિકાસનો કોઈ રોડમેપ નથી. કોંગ્રેસનો ચહેરો થાકેલો અને હારેલો છે. જ્યાં-જ્યાં કોંગ્રેસ આવી છે ત્યાં-ત્યાં તબાહી લઈને આવી છે. જો તમે કોંગ્રેસને મત આપશો તો કેન્દ્ર તરફથી મળતી તમામ મદદ બંધ કરી દેવામાં આવશે. કોંગ્રેસ સરકાર લોકોને પાક્કા મકાનો આપવામાં નિષ્ફળ રહી છે પરંતુ મોદી તમને પાક્કા મકાનોની ગેરેન્ટી આપે છે.

ચારે બાજુ રામ મંદિરની ચર્ચા

પીએમ મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉલ્લખ કરતા કહ્યું કે, હમણાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં અયોધ્યામાં રામ મંદિરની ચર્ચા થાય છે. ચારેય બાજુ ખુશીની લહેર છે. હવે અટકવું નથી, થાકવું નથી અને વિશ્રામનો તો સવાલ જ ઉભો નથી થતો. 


Google NewsGoogle News