કોંગ્રેસ અંગે INDIA ગઠબંધનમાં હલચલ તેજ બની, લાલુપ્રસાદ નીતીશને મળ્યા : ખડગેએ નીતીશને ફોન કર્યો
- નીતીશકુમારે INDIA ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવતાં વિપક્ષી ગઠબંધનમાં વંટોળ શરૂ થઇ ગયો છે
પટણા : મુખ્યમંત્રી નીતીશકુમારે ઈંડીયા ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠાવ્યા પછી વિપક્ષી જૂથમાં હલચલ તેજ બની ગઈ છે. આ પૂર્વે રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી નીતીશકુમારનાં નિવાસ સ્થાને પહોંચ્યા હતા. દરમિયાન તેવા પણ સમાચારો મળ્યા કે દિલ્હી સ્થિત કોંગ્રેસનાં મુખ્યાલયમાંથી પણ નીતીશકુમાર ઉપર ફોન આવ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નીતીશકુમાર સાથે વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે.
તે સર્વવિદિત છે કે સીપીઆઈ જો પટણામાં બે દીવસ પૂર્વે યોજેલી રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસને ઇંડીયા ગઠબંધન માટે ફુર્સદ નથી.
અહેવાલો વધુમાં જણાવે છે કે આ પછી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નીતીશ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અત્યારે કોંગ્રેસ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. તેથી ઇંડિયા ગઠબંધન અંગે સમય ફાળવી શકે તેમ નથી.
દરમિયાન રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેઓના પુત્ર તેજસ્વી યાદવ શુક્રવારે રાત્રે નીતીશકુમારને મળવા તેઓનાં નિવાસસ્થાને પહોંચ્યા. તે નેતાઓએ ઇંડીયા ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકા વિષે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
નીતીશકુમારે બીજી નવેમ્બરે પટણામાં યોજાયેલી સીપીઆઈની રેલીમાં કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અત્યારે તે પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત છે. તેથી તેને ઇંડીયા ગઠબંધન માટે સમય નથી.
નીતીશમાં આ કથન પછી ઇન્ડિયા ગઠબંધનમાં વંટોળ જાગી ગયો છે. એવી આશંકા દર્શાવાઈ રહી છે, તે ગઠબંધન અંગેનાં કોંગ્રેસનાં વલણથી નીતીશ નારાજ છે. નીતીશે જેવાં આ વિધાનો કર્યાં કે તુર્ત જ પટણામાં લાલુપ્રસાદ અને દિલ્હીમાં ખડગે સક્રિય બની ગયા. લાલુ પ્રસાદે જાતે જઈ નીતીશ સાથે ચર્ચા કરી, જ્યારે ખડગેએ ફોન કરી નીતીશકુમારને સ્પષ્ટતા કરી હતી.