Get The App

માઉન્ટ એવરેસ્ટ સામે વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાનું જોખમ, ભયાનક સ્થિતિથી ચિંતા વધી

અનેક પર્વતારોહકો ગંભીર રીતે બીમાર પડતા હોવાની ફરિયાદો

માઈનસ 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં માનવ મળમૂત્ર નાશ ન પામતા હોવાથી સર્જાતી સમસ્યા

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
માઉન્ટ એવરેસ્ટ સામે વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાનું જોખમ, ભયાનક સ્થિતિથી ચિંતા વધી 1 - image

image : Twitter / Video Grab



Mount Everest threatens to become the world's tallest garbage dump | 29029 ફીટ (8848 મીટર) ની ઉંચાઈ પર, માઉન્ટ એવરેસ્ટ પર ચડવું તે વિશ્વનો સૌથી મોટો પડકાર છે. પરંતુ, હવે પર્વતારોહકો લોકો માટે વધુ એક મોટો પડકાર ઊભો કરી રહ્યાં છે. કારણ કે, હાલ માઉન્ટ એવરેસ્ટ કચરાના ઢગલાથી ખદબદી રહ્યો છે. થોડા સમયમાં જ માઉન્ટ એવરેસ્ટ સામે વિશ્વના સૌથી ઊંચા કચરાના ઢગલા બનવાનું જોખમ વધી ગયું છે. 

માઉન્ટ એવરેસ્ટ સામે વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાનું જોખમ, ભયાનક સ્થિતિથી ચિંતા વધી 2 - image

નિષ્ણાતો શું કહે છે...? 

નિષ્ણાતોના અંદાજે, પર્વત પર 50 ટન જેટલો કચરો બાકી હોઈ શકે છે, જ્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ દર સીઝનમાં 75 ટન કચરો બહાર કાઢે છે. કચરાની સમસ્યા હવે એટલી ખરાબ છે કે આરોહકોને પોતાનું મળ પર્વતની નીચે લઈ જવાની ફરજ પડશે. નેપાળના ખુમ્બુ ક્ષેત્રમાં સાગરમથા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ઉદ્યાનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા વધીથી સતત વધી રહી છે. જે 2014 અને 2017 વચ્ચેના ત્રણ વર્ષમાં બમણી થઈ ગઈ છે. આ વિસ્તારમાં 7000ની કાયમી વસ્તીના મકાનો આવેલા છે, ત્યારે લગભગ 60000 વિદેશી પ્રવાસીઓ દર વર્ષે આ વિસ્તારની મુલાકાત લે છે. જ્યારે આ પ્રવાસીઓ નેપાળ સરકાર અને સ્થાનિક અર્થતંત્ર માટે લાખો રૂપિયા લાવે છે, ત્યારે તેઓ મોટા પ્રમાણમાં કચરો પણ લાવે છે. 

માઉન્ટ એવરેસ્ટ સામે વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાનું જોખમ, ભયાનક સ્થિતિથી ચિંતા વધી 3 - image

દર વર્ષે 900થી 1000 ટન ઘન કચરો ઉદ્યાનમાં લવાય છે 

અંદાજ પ્રમાણે, દર વર્ષે 900 થી 1000 ટન ધન કચરો ઉદ્યાનમાં લાવવામાં આવે છે. 2014 થી નવા નિયમો મુજબ બેઝ કેમ્પથી આગળ જતા ક્લાઇમ્બર્સે 8 કિલોગ્રામ કચરો પાછો લાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું અથવા તેમણે લગભગ રૂ. 3.50 લાખની ડિપોઝિટ ગુમાવવી પડી શકે છે. પરંતુ, નવા નિયમો બાદ પણ કચરામાં ઘટાડો આવ્યો નથી. સૌથી મોટા ખાડાઓમાંનો એક ગોરક્ષેપ અને લોબુચે ગામો વચ્ચે સ્થિત છે જ્યાં દર વર્ષે અંદાજિત 20000 કિલો માનવ કચરો નાખવામાં આવે છે.

માઉન્ટ એવરેસ્ટ સામે વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાનું જોખમ, ભયાનક સ્થિતિથી ચિંતા વધી 4 - image

તાપમાનને કારણે પણ તકલીફ! 

અહીં, તાપમાન માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે, જેથી ડીપ ફ્રીજની સ્થિતિમાં માનવ મળમૂત્રો નાશ પામતા નથી. જયારે, અડધા ભાગનો કચરો કેમ્પ કોરમાં હોવાનું માનવામાં આવે છે જ્યાં ભૂપ્રદેશ એટલો પવનથી ભરાયેલો છે કે ત્યાં માનવ મળમૂત્રને છુપાવવા માટે બરફ પણ નથી. લગભગ 2.40 લાખ લિટર પેશાબને કારણે અહીં દુર્ગંધ પ્રસરી ગઈ છે. 

નેપાળની આર્મીએ પણ કચરો દૂર કરવા પ્રયાસ કર્યા 

નેપાળની આર્મી દ્વારા પણ કચરો દૂર કરવાના પ્રયાસો કરાયા છે. 2022માં નેપાળની સેનાએ એવરેસ્ટ અને આસપાસના પર્વતોમાંથી લગભગ 34 ટન કચરો દૂર કર્યો હતો, જે 2021માં 27.9 ટન હતો. દાયકાઓના વ્યાપારીકરણે માઉન્ટ એવરેસ્ટને વિશ્વના સૌથી ઉંચા કચરાના ઢગલામાં ફેરવી દીધું છે. જેમ જેમ પર્વત પર ચઢનારાઓની સંખ્યામાં વધારો થયો છે તેમ તેમ કચરાના નિકાલની સમસ્યા વધુ વકરી છે. એક રિપોર્ટ મુજબ, સૌથી ખરાબ કચરો કચરો કેમ્પ ટુમાં જોવા મળે છે, જે દરિયાની સપાટીથી 21000 ફૂટ મીટર) ઉપર છે. પર્વતારોહકોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીને સમજવી પડશે. આબોહવા પરિવર્તન જેવા સંકટની વચ્ચે આ સંકટ વિશ્વના સૌથી ઊંચા પર્વતને મોટાપાયે નુકસાન પહોંચી રહ્યું હોવાનું આપણે સ્વીકારવું પડશે.

માઉન્ટ એવરેસ્ટ સામે વિશ્વનો સૌથી ઊંચો કચરાનો ઢગલો બનવાનું જોખમ, ભયાનક સ્થિતિથી ચિંતા વધી 5 - image


Google NewsGoogle News