Get The App

360 ડિગ્રી VIDEO : માઉન્ટ એવરેસ્ટનો ભવ્ય અને કમાલનો વીડિયો, ધરતી પરનો અદભુત નજારો

માઉન્ટ એવરેસ્ટએ ધરતી પરનું સૌથી ઊંચું પર્વત શિખર છે

સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ માઉન્ટ એવરેસ્ટનો 360 ડિગ્રીવાળો વીડિયો શેર કરવામાં આવ્યો છે

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
360 ડિગ્રી VIDEO : માઉન્ટ એવરેસ્ટનો ભવ્ય અને કમાલનો વીડિયો, ધરતી પરનો અદભુત નજારો 1 - image
Image Twitter 

માઉન્ટ એવરેસ્ટ  (Mount Everest)એ ધરતી પરનું સૌથી ઊંચું પર્વત શિખર છે. આ પર્વતના શિખર પર ચડવાનું ઘણા લોકોનું સપનું છે, પરંતુ આટલી ઊંચાઈ સુધી પહોંચવું એ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે તેની ઊંચાઈ લગભગ 8,848.86 મીટર છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડવામાં પર્વતારોહકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચ્યા પછી મોટાભાગે લોકો ફોટોશુટ કરતા હોય છે. આ તસવીરોમાં માઉન્ટ એવરેસ્ટ ખૂબ અદભૂત દેખાતો હોય છે. પરંતુ શું તમે ક્યારેય માઉન્ટ એવરેસ્ટનો 360 ડિગ્રીનો વ્યુ જોયો છે? આ સામાન્ય ફોટાઓથી અલગ જ લાગે છે. 

માઉન્ટ એવરેસ્ટનો 360 ડિગ્રી વીડિયો

સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ માઉન્ટ એવરેસ્ટનો 360 ડિગ્રીવાળો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ઉભેલા લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જેમાથી કોઈ પર્વતારોહીએ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને 360 ડિગ્રીનો વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં માઉન્ટ એવરેસ્ટ ખૂબ ભવ્ય દેખાઈ રહ્યો છે. આ સાથે પર્વતની નીચે ધરતીનો એક અલગ જ નજારો પણ જોવા મળી રહ્યો છે, જે દરેકને આકર્ષિત કરી રહ્યો છે. 

વીડિયો વાયરલ થયો હતો

માઉન્ટ એવરેસ્ટનો 360 ડિગ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. માત્ર 2 દિવસમાં 3 કરોડ 56 લાખ લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2,20,000 લાઈક્સ, 26,000 રીટ્વીટ અને ક્વોટ ટ્વીટ્સ, 14,000 બુકમાર્ક્સ અને 2,600 લોકો રિપ્લાઈ આપી ચુક્યા છે.  સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયોને અદ્ભુત નજારો ગણે છે.


Google NewsGoogle News