Get The App

ઉનાળાના પ્રારંભે માઉન્ટ આબુમાં હિમાલય જેવા દ્રશ્યો સર્જાયા, તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી નોંધાતાં ઠંડુંગાર બન્યું

માવઠુ અને પહાડી પ્રદેશોમાં હિમવર્ષાની અસર વર્તાઈ

મોસમના મિજાજ બદલાતા અચાનક તાપમાનનો પારો ગગડ્યો

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ઉનાળાના પ્રારંભે માઉન્ટ આબુમાં હિમાલય જેવા દ્રશ્યો સર્જાયા, તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી નોંધાતાં ઠંડુંગાર બન્યું 1 - image


Weather News : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠુ અને પહાડી પ્રદેશોમાં થયેલી હિમ વર્ષાની અસર ગુજરાતને અડીને આવેલા અને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વર્તાઈ છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે ગરમ થતા હિલ સ્ટેશન ઉપર પ્રથમવાર તાપમાન માઈનસ નોંધાતાં સહેલાણીઓ નજારો માણવા ઉમટી રહ્યા છે. 

કમોસમી વરસાદની અસર આબુમાં જોવા મળી 

ઉત્તર ગુજરાતમાં શનિવારે પલટાયેલા વાતાવરણ બાદ માવઠું થયું હતું. જેથી છેલ્લા ચાર દિવસથી ઠંડીને ચમકારો વર્તાઈ રહ્યો છે. સાથે સાથે પહાડી પ્રદેશોમાં હિમ વર્ષા થતાં ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. થોડાક દિવસો ગરમી અનુભવાયા બાદ ફરી વાતાવરણ ઠંડુગાર બની જતાં લોકોએ તિજોરી કે કબાટમાં મૂકી દીધેલાં વસ્ત્રો ફરી બહાર કાઢવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદની અસર રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે. 

આબુમાં મોસમના મિજાજ બદલાતા પારો ગગડ્યો

આબુમાં તાપમાનનો પારો એકવાર ફરી માયનસમાં ગયો હતો. છેલ્લા પંદર દિવસથી માઉન્ટ આબુનું તાપમાન પંદર ડિગ્રી રહ્યું હતું પરંતુ મોસમના મિજાજ બદલાતા અચાનક તાપમાનનો પારો ગગડ્યો હતો અને ઉચ્ચતમ પંદર ડિગ્રીથી માયનસ ત્રણ ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. જે પ્રથમવાર માર્ચ મહિનામાં તાપમાન માયનસ નોંધાયું છે. આવા આહલાદક વાતાવરણમાં સહેલાણીઓ કુદરતી દેન એવા હિલ સ્ટેશનનો નજારો જોઈ મંત્રમુગ્ધ થયા હતા.

ઉનાળાના પ્રારંભે માઉન્ટ આબુમાં હિમાલય જેવા દ્રશ્યો સર્જાયા, તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી નોંધાતાં ઠંડુંગાર બન્યું 2 - image


Google NewsGoogle News