માતા જેલ ભેગી, દીકરીએ IASની નોકરી ગુમાવી, હવે પૂજા ખેડકરના પિતા સામે પણ કેસ દાખલ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
Pooja khedkar

Image: IANS


Pooja Khedkar’s Father Also Faces Criminal Proceedings: છેતરપિંડી, ખોટા ડૉક્યુમેન્ટ્સ અને દિવ્યાંગ ક્વોટાનો લાભ મેળવી આઇએએસની નોકરી મેળવનાર પૂજા ખેડકરની માતાની ધરપકડ બાદ પિતાના માથે પણ ધરપકડની તલવાર લટકી રહી છે. પૂજા ખેડકર પણ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે, ત્યાં તેના પિતા વિરૂદ્ધ પણ કેસ નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર વિરૂદ્ધ પૂણે જિલ્લામાં એક લોકસેવકને ધમકાવવાનો અને તેની ફરજમાં અડચણો નાખવાનો આરોપ નોંધાયો છે. પૂણે જિલ્લા કલેક્ટરના એક મામલતદાર દ્વારા બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદના આધારે તેના પિતાની પણ ધરપકડ થઈ શકે છે.

પિતાએ મામલતદારને આપી ધમકી

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, પૂજા ખેડકર જ્યારે સહાયક કલેક્ટરના રૂપમાં ફરજ પર હતી, તે દરમિયાન દિલીપ ખેડકરે કથિત રૂપે મામલતદાર દીપક અકાડેને ધમકી આપી હતી. તેમજ તેની પુત્રીને અલગથી કેબિન આપવા કહ્યું હતું. પૂજાના પિતાને સરકારી કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચોઃ મેં મદદ ન કરી હોત તો તેમનો પક્ષ પણ ન હોત અને તેઓ પણ નહીં : પ્રશાંત કિશોર

પૂજા ખેડકર ફરિયાદ થતાં જ ભૂર્ગભમાં ઉતરી

યુપીએસસીએ હાલમાં જ પૂજા ખેડકરની પસંદગી રદ કરી ભવિષ્યની તમામ પરીક્ષાઓ અને પસંદગી પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં તેની વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાયા બાદથી તે ભૂર્ગભમાં ઉતરી ગઈ છે. પૂજા ખેડકર પર યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા, 2022માં પોતાની અરજીમાં ખોટી માહિતી આપવાનો આરોપ છે.

પૂણેના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જિલ્લા વહીવટીતંત્ર તરફથી ફરિયાદ મળ્યા બાદ, અમે દિલીપ ખેડકર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 186(લોકસેવકના જાહેર કાર્યોમાં અડચણો ઊભી કરવા), 504 (ઇરાદાપૂર્વક અપમાન) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના આ વર્ષે જૂન મહિનામાં બની હતી.

પતિ-પત્ની બન્ને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા

ઉલ્લેખની છે, પૂણેની પૌડ પોલીસે નિવૃત્ત સરકારી અધિકારી દિલીપ ખેડકર વિરુદ્ધ ગુનાહિત ધાકધમકીનો કેસ પણ નોંધ્યો હતો, જેમાં તેમની પત્ની મનોરમા પર જમીન વિવાદને લઈને મુલશી વિસ્તારમાં એક વ્યક્તિ પર બંદૂક તાણવાનો આરોપ હતો. તે કેસમાં દિલીપ ખેડકરને આગોતરા જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે તેની પત્ની મનોરમાની પૂણે ગ્રામીણ પોલીસે ધરપકડ કરી હતી. જોકે તાજેતરમાં જ તેને કોર્ટે જામીન પર મુક્ત કરી છે.

   માતા જેલ ભેગી, દીકરીએ IASની નોકરી ગુમાવી, હવે પૂજા ખેડકરના પિતા સામે પણ કેસ દાખલ 2 - image


Google NewsGoogle News