Get The App

વરસાદ કે ધુમ્મસમાં નહીં પણ ગરમીના કારણે રસ્તા પર સર્જાય છે વધુ અકસ્માત, કારણ જાણીને ચોંકી જશો

Updated: May 27th, 2024


Google NewsGoogle News
વરસાદ કે ધુમ્મસમાં નહીં પણ ગરમીના કારણે રસ્તા પર સર્જાય છે વધુ અકસ્માત, કારણ જાણીને ચોંકી જશો 1 - image


Road Accidents: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થઈ ગયા છે. તેના એક દિવસ પહેલા લખનઉ-આગ્રા એક્સપ્રેસ પર બસમાં આગ લાગી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું અને 11 લોકો ઘાયલ થઈ ગયા હતા. આ અકસ્માતના એક દિવસ પહેલા અંબાલા પાસે એક અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. હાલમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે સામાન્ય રીતે લોકોનું માનવું છે કે, ધુમ્મસ કે વરસાદમાં અકસ્માત થવાની શક્યતાઓ વધુ રહે છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના ડેટા મુજબ આવું નથી. મોટાભાગના અકસ્માતો ગરમીમાં જ થાય છે. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટે વધુ અકસ્માતો થવા પાછળનું કારણ જણાવ્યું છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 412432 માર્ગ અકસ્માતોમાં 16849 લોકોના મોત થયા છે. સૌથી વધુ માર્ગ અકસ્માતો મે અને જૂન મહિનામાં થયા છે. મે મહિનામાં 43307 અને જૂનમાં 39432 માર્ગ અકસ્માત થયા છે. જેમાં મે મહિનામાં 16791 અને જૂનમાં 14762 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વરસાદ કે ધુમ્મસમાં નહીં પણ ગરમીના કારણે રસ્તા પર સર્જાય છે વધુ અકસ્માત

બીજી તરફ જો આપણે વાત કરીએ ધુમ્મસની તો તે જાન્યુઆરીમાં સૌથી વધુ હોય છે. આ મહિનામાં 37040 માર્ગ અકસ્માતોમાં 13677 લોકોના મોત થયા છે. જો વરસાદની વાત કરીએ તો ઉત્તર ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ માર્ગ અકસ્માતો જુલાઈમાં થયા હતા. 37228 માર્ગ અકસ્માતોમાં 12266 લોકો મોતને ભેટ્યા છે. આંકડા પ્રમાણે ધુમ્મસ અને વરસાદની સિઝન કરતાં સાફ હવામાનમાં વધુ અકસ્માતો સર્જાય છે.

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI)ના પ્રધાન સાયન્ટિસ્ટ એસ.કે.પાંડેયએ જણાવ્યું કે, જ્યારે રસ્તાઓ પર વધુ ટ્રાફિક હોય છે ત્યારે અકસ્માતની શક્યતાઓ વધુ હોય છે. મે-જૂન મહિનામાં શાળાની રજાઓ શરૂ થાય છે અને લોકો ગામડાઓમાં કે ફરવા માટે બહાર જાય છે. આ રીતે રોડ પર ટ્રાફિક વધી જાય છે અને રોડ અકસ્માતો વધુ થાય છે. બીજી તરફ ધુમ્મસ અને વરસાદમાં ઓછી સંખ્યામાં લોકો બહાર જાય છે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવે છે, જેના કારણે અકસ્માતો થવાની શક્યતા ઓછી રહી છે. 


Google NewsGoogle News