Get The App

કોઈનું ગૂંગળાઈ જવાથી તો કોઈનું માથામાં ઈજાથી મોત, હાથરસ દુર્ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
કોઈનું ગૂંગળાઈ જવાથી તો કોઈનું માથામાં ઈજાથી મોત, હાથરસ દુર્ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ 1 - image
Image Twitter 

Hathras Incident:  હાથરસમાં બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકોના મોત થઈ ચુક્યા છે. દુર્ઘટના બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ માટે આગ્રા લઈ જવામાં આવ્યા હતા. બુધવારે હાથરસથી આગ્રા લઈ જવામાં આવેલા 21 મૃતદેહોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હવે સામે આવ્યો છે, જેમાં કેટલાક મોટા ખુલાસા સામે આવ્યા છે. 

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોટાભાગના લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ ત્રણ લોકોના મોત  માથામાં ઈજાના કારણે થયા છે. તો અન્ય ત્રણ લોકોએ આઘાત અને હેમરેજને કારણે પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. હાથરસમાં નાસભાગની ઘટના બાદ 21 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે આગ્રાની એસએન મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. 

છાતીમાં લોહી જમા થવાથી શ્વાસ રુંધાયો

પોસ્ટ મોર્ટમ હાઉસમાં 8 ડૉક્ટરોની ટીમ ફરજ પર હતી. ચીફ મેડિકલ ઓફિસર (CMO) અરુણ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મોટાભાગના કેસોમાં છાતીમાં લોહી જમા થવાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવાના કારણે થયા છે. અને જે પણ મૃતદેહો આવ્યા હતા તેમના મૃતદેહ માટીથી લથબથ હતા. 21 મૃતદેહોમાં 35 થી 60 વર્ષની વયની મહિલાઓનો સમાવેશ થાય છે.

અરુણ શ્રીવાસ્તવે કહ્યું કે, મોટા ભાગના લોકોના મોત છાતીમાં ઈજાના કારણે થયા છે. નાસભાગ દરમિયાન કેટલાક લોકોના મૃત્યુ એટલા માટે થયા, કારણ કે અન્ય લોકો તેમના પર પડ્યા હતા. તો કેટલાક લોકોના ગૂંગળામણના કારણે મૃત્યુ પામ્યા હતા, કારણ કે તેમના શરીરમાં કાદવ ઘૂસી ગયો હતો.

પોલીસે મુખ્ય આયોજકને બનાવ્યો આરોપી

દુર્ઘટના બાદ સત્સંગના આયોજકથી લઈને પ્રશાસન સુધીના તમામ લોકો પર આરોપ છે. ઘટનાના 24 કલાક બાદ પણ આરોપીઓ ફરાર છે. બાબા નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા પોતે પણ ગાયબ છે. તેમના વિશે હજુ સુધી કોઈ સમાચાર નથી. આયોજક સમિતિના મુખ્ય સેવક અને પ્રભારી દેવ પ્રકાશના મધુકર પણ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયા નથી. પોલીસ FIRમાં દેવ પ્રકાશને મુખ્ય આરોપી બનાવ્યા છે.

સુરક્ષા કર્મચારીઓને આપવામાં આવ્યા હતા કોડ વર્ડ્સ

સૂત્રોના કહેવા પ્રમાણે બાબાની સુરક્ષા માટે તહેનાત સુરક્ષાકર્મીઓને કોડ વર્ડ્સ આપવામાં આવ્યા હતા. ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલા સેવાદાર નારાયણી સેના તરીકે ઓળખાતા હતા. કાફલાની સાથે આવેલા કાળા કમાન્ડોને ગરુણ યોદ્ધા કહેવામાં આવતા હતા.

આ ઉપરાંત જેમણે માથા પર ટોપી અને ભૂરા રંગનો ડ્રેસ પહેર્યો હતો, તેનું નામ હરિ વાહક આપવામાં આવ્યું હતું. બ્લેક કમાન્ડો એટલે કે ગરુણ યોદ્ધાઓ 20-20ની ટુકડીમાં હતા. ગુલાબી ડ્રેસ પહેરેલી નારાયણી સેના 50-50ની ટુકડીમાં હતી. હરિવાહક એટલે કે ટોપી અને બ્રાઉન ડ્રેસવાળાની 25-25ની ટુકડી હતી. 



Google NewsGoogle News