નરેન્દ્ર મોદીના મોટા ભાગના મિત્રો હતા મુસ્લિમ, જસૂદ ખાન પઠાણ હતા ખાસ દોસ્ત

Updated: Sep 17th, 2022


Google NewsGoogle News
નરેન્દ્ર મોદીના મોટા ભાગના મિત્રો હતા મુસ્લિમ, જસૂદ ખાન પઠાણ હતા ખાસ દોસ્ત 1 - image


- નરેન્દ્ર મોદીને તેમના મિત્રોએ 'ND' એવું નિકનેમ આપ્યું હતું

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. તેઓ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યાર બાદ 2014માં તેમણે દેશના વડાપ્રધાન તરીકે કમાન સંભાળી હતી. ત્યારથી તેઓ દરેક સમુદાય, વર્ગ, જાતિ સાથે સંકળાયેલા તમામ દેશવાસીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, દલિતોના અધિકારની વાત કરનારા વડાપ્રધાન મોદી બાળપણથી જ મુસ્લિમ સમુદાય સાથે ખાસ કનેક્શન ધરાવે છે.

વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગર ખાતે થયો હતો. 

વડનગરમાં મોદી પરિવાર એવા વિસ્તારમાં રહેતો હતો જ્યાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ નજીકમાં જ હતી. આ કારણે બાળપણમાં નરેન્દ્ર મોદીના મુસ્લિમ મિત્રોની સંખ્યા ખૂબ વધારે હતી. તેમાં જસૂદ ખાન પઠાણ વડાપ્રધાન મોદીના ખાસ મિત્ર હતા. નરેન્દ્ર મોદી હિંદુઓના તહેવારો ઉપરાંત મુસ્લિમ તહેવારોની પણ ઉજવણી કરતા હતા અને તે વાત તેમને બિલકુલ સામાન્ય લાગતી હતી. તેમના મિત્રોએ તેમને 'ND' એવું નિકનેમ આપ્યું હતું. 

આ પણ વાંચોઃ આ છે એ 'અબ્બાસ' જેમને માતાના જન્મદિન પર PM મોદીએ કર્યા હતા યાદ


Google NewsGoogle News