ભારતના આ રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ આવે છે ભણવા, સર્વેમાં સામે આવી માહિતી
ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતમાં સૌથી વધુ નેપાળના વિદ્યાર્થીઓ આવે છે
2021-22માં આ સંખ્યા 13,126 હતી, અફઘાનિસ્તાન બીજા સ્થાને અને અમેરિકા ત્રીજા સ્થાને હતું
Most foreign students come to India for study: ટેક્નોલોજી, વેપાર, સંરક્ષણ હોય કે શિક્ષણ, ભારત દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ભારતીય સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણની બાબતમાં દેશની સાથે વિદેશના વિદ્યાર્થીઓને પણ આકર્ષી રહી છે. તો જોઈએ કે દર વર્ષે ભારતના ક્યાં રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે.
જે રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
ઓલ ઈન્ડિયા સર્વે ફોર હાયર એજ્યુકેશન 2021-22ના ડેટા પરથી કહી શકાય છે કે 6,004 જેટલી સંખ્યા સાથે ભારતમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કર્ણાટકમાં અભ્યાસ કરે છે. જ્યારે 5,971 વિદ્યાર્થી સાથે પંજાબ બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર અને ચોથા સ્થાને ઉત્તર પ્રદેશ છે. મહારાષ્ટ્રમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 4,856 અને ઉત્તર પ્રદેશમાં 4,323 છે.
કયા દેશમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ આવે છે?
ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સૌથી વધુ વિદ્યાર્થીઓ નેપાળથી આવે છે. જેની 2021-22માં સંખ્યા 13,126 હતી. ત્યારબાદ બીજા સ્થાને અફઘાનિસ્તાન અને ત્રીજા સ્થાને અમેરિકા હતું. આ સિવાય બાંગ્લાદેશ અને UAE ના વિદ્યાર્થીઓ પણ ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આવે છે. વર્ષ 2021-22માં 170 દેશોમાંથી 46,878 વિદેશી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતમાં આવ્યા હતા.
ભારતીય વિદ્યાર્થીઓ પણ જાય છે વિદેશ
વર્ષ 2023માં રાજ્યસભામાં ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીય અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની યાદીમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ ટોચ પર છે. આ સિવાય વિદ્યાર્થીઓ ઝબેકિસ્તાન, ફિલિપાઈન્સ, રશિયા, આયર્લેન્ડ, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન પણ જાય છે. જેનો આંકડો વર્ષ 2022 માં 7.5 લાખ હતો.