Get The App

લક્ષદ્વીપ જ નહીં ભારતના આ આઈલેન્ડ પણ છે ખુબ જ સુંદર અને ફરવાલાયક, જાણો કેવી રીતે પહોંચશો

માજુલી આઇલેન્ડ આખી દુનિયામાં સૌથી મોટો આઈલેન્ડ છે, જે નદી પર બનેલો છે.

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
લક્ષદ્વીપ જ નહીં ભારતના આ આઈલેન્ડ પણ છે ખુબ જ સુંદર અને ફરવાલાયક, જાણો કેવી રીતે પહોંચશો 1 - image
Image Wikipedia

તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની યાત્રા બાદ લોકો આ ખૂબસુરત આઈલેન્ડ પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. પરંતુ ભારત જેવી વિવિધતા ધરાવતા દેશમાં માત્ર લક્ષદ્વીપ જ નહીં પણ બીજા પણ આઈલેન્ડ છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા કોઈને પણ મોહી શકે છે. જો તમે લક્ષદ્વીપ માટેનો પ્લાનિંગ કરી રહ્યા હોવ તો એકવાર ભારતના આ આઈલેન્ડ પર પણ નજર નાખજો. કારણ કે  ત્યાં  પહોંચ્યા પછી તમને જરા પણ પસ્તાવો નહી થાય અને તમે સુંદર ટાપુ પર કુદરતી સૌંદર્યનો લાભ ઉઠાવી શકશો. 

માજુલી આઇલેન્ડ

માજુલી આઇલેન્ડ આખી દુનિયામાં સૌથી મોટો આઈલેન્ડ છે, જે નદી પર બનેલો છે. ભારતના સૌથી વિશિષ્ટ આઈલેન્ડમાંથી એક આ દ્વીપ પર પ્રકૃતિ ખૂબ સુંદર દેખાય છે.

કેવી રીતે પહોચશો માજુલી આઇલેન્ડ

ગુવાહાટીથી જોરહાટ પહોંચ્યા પછી માજુલી આઇલેન્ડ માટે તમારે બોટ કરવાની જરુર પડશે. જે દિવસમાં માત્ર એક જ વાર જાય છે.  ગુવાહાટીથી જોરહાટ એ ફ્લાઈટ દ્વારા કનેક્ટ છે. 

દીવ આઈલેન્ડ

દીવ આઈલેન્ડમાં પોર્ટુગલની સંસ્કૃતિ અને સ્થાપત્યોની ઝલક જોવા મળે છે. આ આઈલેન્ડ પર પહોચવું ખૂબ જ સરળ છે. કારણ કે આ કેટલાય શહેરોથી ફ્લાઈટ દ્વારા કનેક્ટ છે. તો કેટલાક શહેરો દ્વારા અહીં રોડ માર્ગે પણ પહોચી શકાય છે. ગુજરાતનો આ સુંદર બીચ સી ફૂડ માટે પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે.

દીવર આઈલેન્ડ

ગોવા તો તમે ઘણીવાર ગયા હશો પરંતુ દીવર આઈલેન્ડની મુલાકાત નહી કરી હોય. પણજીથી માત્ર 10 કિલોમીટર દુર આ આઈલેન્ડ આવેલો છે. માંડોવી નદીના કિનારે બનેલા આ આઈલેન્ડ પર ગોવાના કલ્ચરને નજીકથી જોઈ શકાય છે. 

સેન્ટ મેરીઝ આઇલેન્ડ

સેન્ટ મેરીઝ આઇલેન્ડ એ 4 નાના-નાના આઈલેન્ડનો સમૂહ છે. કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લામાં બનેલા સેન્ટ મેરીઝ આઇલેન્ડ ખૂબ જ સુંદર છે. અહીં ક્રિસ્ટલના ખડકો બનેલા છે.. અહીં પહોંચવા માટે માલાપેથી બોટ દ્વારા પહોંચી શકાશે. પરંતુ આ ટાપુ પર રહેવાની કોઈ સુવિધા નથી


Google NewsGoogle News