Get The App

મધ્યપ્રદેશમાં એક ડઝનથી વધુ સાંસદોનું પત્તું કપાશે! લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્લાન તૈયાર

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં એક ડઝનથી વધુ સાંસદોનું પત્તું કપાશે! લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્લાન તૈયાર 1 - image


Image Source: Facebook

ભોપાલ, તા. 06 ફેબ્રુઆરી 2024 શનિવાર

લોકસભા ચૂંટણી 2024ના શેડ્યૂલનું એલાન માર્ચના પહેલા સપ્તાહ સુધી થઈ શકે છે. ભાજપ તેનાથી પહેલા જ મોટી સંખ્યામાં ટિકિટો પર નિર્ણય કરી લેવુ ઈચ્છે છે જેથી તેના ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય મળી શકે. યુપી, એમપી જેવા મોટા રાજ્યોમાં ભાજપ ફેરબદલ પણ કરવા જઈ રહી છે અને ચર્ચા છે કે મોટી સંખ્યામાં નવા ચહેરાને જ ટિકિટ આપવામાં આવી શકે છે. મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 સીટો છે અને અહીં એક ડઝનથી પણ વધુ સાંસદોને હટાવીને નવા ચહેરાને તક આપવાની રણનીતિ બની રહી છે. ભાજપ સૂત્રો અનુસાર કુલ 5 સાંસદ તો એવા છે જે હવે મધ્ય પ્રદેશ વિધાનસભાના સભ્ય છે.

આ લોકોને હવે રાજ્યમાં જ રાજકારણની તક મળશે અને સાંસદ તરીકે નવા નેતાઓને તક આપવામાં આવશે. આ સિવાય 2 સાંસદ એવા છે જે વિધાનસભા ઈલેક્શનમાં ઉતર્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. આ સાંસદોમાં ફગ્ગન સિંહ કુલસ્તે અને ગણેશ સિંહ સામેલ છે. પાર્ટી સૂત્રો અનુસાર આ બંને નેતાઓને આ વખતે કદાચ જ લોકસભાની ટિકિટ મળી શકે. આ સિવાય ધારાસભ્ય બનેલા નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, રીતિ પાઠક, રાકેશ સિંહ અને ઉદય પ્રતાપ સિંહ પણ કદાચ ફરીથી તક મેળવી ના શકે.

પાર્ટી તરફથી નક્કી પ્રમુખોએ પોતાનો ડિટેલ રિપોર્ટ નેતૃત્વને સોંપી દીધો છે. આની પર મંથન બાદ જ ટિકિટોનું એલાન થવાનું શરૂ થશે. માનવામાં આવી રહ્યુ છે કે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી ભાજપ પોતાના ઉમેદવારોના નામે ફાઈનલ કરવાનું શરૂ કરી દેશે. ગત દિવસોમાં ખબર આવી હતી કે ભાજપ નેતૃત્વ 70 પ્લસની ઉંમર અને કમજોર ફીડબેક વાળા નેતાઓને બીજી વખત તક મળશે નહીં. આ સમાચાર બાદથી જ તે નેતા ચિંતામાં છે, જેમની ઉંમર વધુ છે અને રિપોર્ટ કાર્ડ પણ પક્ષમાં દેખાઈ રહ્યુ નથી. ભાજપને લાગે છે કે તેના દ્વારા એન્ટી-ઈનકમ્બેન્સી પણ કપાશે અને નવુ નેતૃત્વ ઉભરી શકશે.

આ સ્થિતિ કોંગ્રેસથી એકદમ ઉલટી છે. કોંગ્રેસમાં તો પાર્ટી જૂના નેતાઓ પર જ દબાણ નાખી રહી છે કે તેઓ ચૂંટણીમાં ઉતરે. તેનું એક કારણ ફંડની અછત પણ છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યુ કે ભાજપ કેન્ડિડેટ્સની પાસે ફંડની અછત નથી. દરમિયાન આપણે જો નવા ચહેરાને ઉતારીશુ તો તેમની સ્થિતિ કમજોર જોવા મળશે. તેમણે કહ્યુ કે અમે તો નેતાઓને એ પણ કહી રહ્યા છીએ કે જો તેઓ ચૂંટણીમાં ઉતરવા ઈચ્છતા નથી તો એક લોકસભા બેઠકનું કામ સંભાળે. તેનાથી ઉમેદવારોને બળ મળશે અને ફંડિંગની અછત પણ ઘટશે.


Google NewsGoogle News