Get The App

અંદામાનમાંથી 6,000 કિલોથી વધુ રૂ.25,000 કરોડનું ડ્રગ્સ પકડાયું

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
અંદામાનમાંથી 6,000 કિલોથી વધુ  રૂ.25,000 કરોડનું ડ્રગ્સ પકડાયું 1 - image


- પકડાયેલું ડ્રગ્સ મેથમ્ફેટામાઇન હોવાની સંભાવના

- માછીમારી માટે ઉપયોગમાં લેવાતા જહાજમાંથી જથ્થો પકડાયો, છ મ્યાનમારવાસીઓની ધરપકડ

પોર્ટબ્લેર : ભારતીય કોસ્ટ ગાર્ડે અંદામાન-નિકોબાર નજીકના સમુદ્રમાં માછલી પકડતી નાવમાંથી લગભગ ૬,૦૦૦ કિલોનો ડ્રગ્સનો જથ્થો પકડયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેનુંમૂલ્ય રુ. ૨૫,૦૦૦ કરોડથી પણ વધુ થાય છે. કોસ્ટગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટને રુટિન પેટ્રોલિંગ દરમિયાન પાયલોટને આ બોટ દેખાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડયો છે. 

હવે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મહિનાના પ્રારંભમાં માદક પદાર્થ વિરોધી એજન્સીઓએ ગુજરાતના દરિયાકિનારાથી દૂર ભારતીય જળસીમામાં લગભગ ૭૦૦ કિલોગ્રામ મેથમફેટામાઇનનો જથ્થો જપ્ત કર્યો હતો અને આઠ ઇરાની નાગરિકની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે ૧૫ નવેમ્બરે ગુજરાતના પોરબંદર કિનારેથી ૫૦૦ કિલોગ્રામ ડ્રગ્સ પકડયું હતું.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાગરમંથન-૪ નામનું અભિયાન ગુપ્તચર એજન્સીઓની સૂચના પર આધારિત હતું. કોસ્ટ ગાર્ડે દરિયામાં પેટ્રોલિંગ કરતા જહાજોનો ઉપયોગ કરીને જહાજની ઓળખ કરી તેને રોક્યું હતું. આ અભિયાન એનસીબી, નૌકાદળ અને ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી સ્કવોડે સંયુક્ત રીતે ચલાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માદક પદાર્થના જપ્ત થયેલા મોટા જથ્થાને સરકારની પ્રતિબદ્દતા અને તેની એજન્સીઓ વચ્ચે સમન્વયનું મોટું ઉદાહરણ ગણાવી હતી. 

પકડવામાં આવેલા ડ્રગ્સના બે કિલોના ત્રણ હજાર પેકેટ હતા.કોસ્ટગાર્ડના ડોર્નિયર પ્લેનને શંકાસ્પદ બોટ દેખાતા તેણે તરત જ નજીકના કમાન્ડને સૂચના આપી હતી. તેના પગલે તરત જ પેટ્રોલિંગ જહાજો ધસી ગયા હતા. જહાજને તરત જ નજીકના ટાપુ પર લઈ જવાયું હતું. તેમા છ મ્યાનમારવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલું ડ્રગ્સ મેથાફેટામાઇન હોવાનું મનાય છે. જોઇન્ટ ઇન્ટરોગેશન માટે આંદામાન નિકોબાર પોલીસને જાણ કરી દેવાઈ છે.


Google NewsGoogle News