પેન્શન આપતી આ સરકારી યોજનામાં છ કરોડથી વધુ ખાતા ખૂલ્યા, શું આગામી બજેટમાં થશે કોઈ જાહેરાત?
image Source: Twitter
Atal Pension Yojana: 23 જુલાઈના રોજ Budget 2024 રજૂ થવા જઈ રહ્યું છે. NDAની સરકાર બન્યા બાદ આ પહેલું પૂર્ણ બજેટ હશે જે જેને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દેશની સંસદમાં રજૂ કરશે. સામાન્યથી લઈને ખાસ સુધી દરેક લોકોની આ બજેટથી ઘણી અપેક્ષા છે. એક બાજુ મિડલ ક્લાસ ટેક્સ અંગે મોટી જાહેરાતની અપેક્ષા છે તો બીજી તરફ આયુષ્માન ભારત અને અટલ પેન્શન યોજના જેવી સ્કીમ્સ અંગે પણ મોટા એલાનની અટકળો લગાવવામાં આવી રહી છે.
એવી ચર્ચા ચાલી રહી છે કે આ વખતના બજેટમાં સરકાર અટલ પેન્શન યોજના હેઠળ મળતા પેન્શનનો વ્યાપ વધારી શકે છે. જો કે, હાલમાં આ માત્ર અટકળો જ છે. આવું થશે કે નહીં તે તો બજેટ રજૂ થયા બાદ જ ખબર પડશે. 20 જૂન સુધીના ડેટા પ્રમાણે અટલ પેન્શન સ્કીમમાં કુલ 6.62 કરોડ લોકોએ પોતાના ખાતા ખોલાવ્યા છે. આવી સ્થિતિમાં જો અટલ પેન્શન યોજનામાં પેન્શનનો વ્યાપ વધશે તો કરોડો લોકોને તેનો ફાયદો થશે.
5,000 રૂપિયા પેન્શન આપનારી સ્કીમ
અટલ પેન્શન યોજના હેઠળ 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) આ સ્કીમને રેગ્યુલેટ કરે છે. તમારા રોકાણ પ્રમાણે તેમાં પેન્શન બને છે. તેના માટે તમારે બેંકમાં અટલ પેન્શન યોજના ખાતું ખોલાવવું પડશે. તે બેંકમાં તમારા પૈસા જમા થશે અને તમને 60 વર્ષની ઉંમરે તમને પેન્શન મળશે. APY ફોર્મ રજીસ્ટર થયા બાદ ખાતામાંથી ઓટો ડેબિટ થતું રહેશે. જોકે, આ સ્કીમનો લાભ એ જ લોકો લઈ શકશે જે ટેક્સપેયર નથી.
APY માટે આવી રીતે કરો અરજી
આ માટે અરજદારે પહેલા બેંકમાં બચત ખાતું ખોલાવવું પડશે. જો તમારી પાસે પહેલાથી જ બેંકમાં બચત ખાતું છે તો તમારે ત્યાંથી યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવવું પડશે. ફોર્મમાં નામ, ઉંમર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર વગેરે જેવી બધી માહિતી યોગ્ય રીતે ભરવી. માંગવામાં આવેલ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અટેચ કરવા. ત્યારબાદ ફોર્મ બેંકમાં સબમિટ કરવું. આ ઉપરાંત તમે ઓફિશિયલ વેબસાઈટ https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html પર જઈને પણ 'અટલ પેન્શન યોજના' માટે અરજી કરી શકો છો.
અરજી કરતા પહેલા જાણી લો આ નિયમ
- આ સ્કીમમાં માત્ર ભારતીય ઉમેદવાર જ અરજી કરી શકે છે.
- અરજી કરવા માટે તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- તામરું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે.
- અરજદારનું કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતુ હોવું જરૂરી છે.
- પેન્શન મેળવવા માટે ઓછામાં એછા 20 વર્ષનું રોકાણ અનિવાર્ય છે.