Get The App

3000થી વધુ લોકો ચાલુ વર્ષે દેશમાં આ કારણે મૃત્યુ પામ્યા, 2 લાખથી વધુ ઘર-મકાન નષ્ટ થયા

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
Climate Change


Climate Change: માણસની લાઇફસ્ટાઇલ, પ્રદુષણ, વસ્તી વધારો, ઑઇલ(ઇંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ વગેરે જેવા પરિબળોના કારણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. જેની જનજીવન પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. 

સ્થિતિ એટલી પ્રતિકૂળ છે કે ચાલુ વર્ષના પ્રથમ નવ મહિનામાં 93 ટકા એટલે કે 255 દિવસમાં ગરમી અને ઠંડા પવનો, વાવાઝોડું, વીજળી પડવી, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે 3238 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો 32 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે. 2,35,862 મકાનો અને ઇમારતો નાશ પામ્યા છે, જ્યારે લગભગ 9457 પ્રાણીઓના મોત થયા હતા.

2024માં હવામાનની ઘટનાઓ વધુ ગંભીર 

'સ્ટેટ ઑફ એક્સ્ટ્રીમ વેધર રિપોર્ટ ઇન ઇન્ડિયા' રિપોર્ટ અનુસાર, 2022 અને 2023ની સરખામણીમાં 2024માં હવામાનની ઘટનાઓએ વધુ ગંભીર અસર કરી છે. 2024 એ ઘણા ક્લાઇમેટ રૅકોર્ડ પણ બનાવ્યા. જાન્યુઆરી 1901 પછી ભારતનો નવમો સૌથી સૂકો મહિનો હતો. ફેબ્રુઆરીમાં, દેશમાં 123 વર્ષમાં તેનું બીજું સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. મે મહિનામાં ચોથું સૌથી વધુ સરેરાશ તાપમાન નોંધાયું હતું અને જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરે 1901 પછીનું સર્વોચ્ચ લઘુત્તમ તાપમાન નોંધ્યું હતું.

આ પણ વાંચો: પ.બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના, સુપરફાસ્ટ એક્સપ્રેસના 4 ડબા પાટા પરથી ઊતરી જતાં હાહાકાર

આસામમાં 122 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન

એકલા આસામમાં જ 122 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જોવા મળ્યું છે. જેના કારણે રાજ્યના મોટાભાગમાં પાણી ભરાયા અને ઘણા સમુદાયો તબાહ થઈ ગયા. 

પૂરના કારણે લોકોએ જીવ ગુમાવ્યા, પાકને નુકસાન 

દેશભરમાં પૂરના કારણે 1376 લોકોએ જીવ ગુમાવ્યા છે. મધ્યપ્રદેશમાં દર બીજા દિવસે દેશનું સૌથી ઊંચું તાપમાન અનુભવાય છે. જ્યારે કેરળમાં પણ 550 મૃત્યુ નોંધાયા છે, મધ્ય પ્રદેશ 353 અને આસામ આંકડો 256 છે. આંધ્રપ્રદેશમાં  85,806થી વધુ મકાનો નાશ પામ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 142 દિવસ મૌસમી ઘટનાઓ જોવા મળી હતી. સમગ્ર દેશમાં 60 ટકાથી વધુ અસરગ્રસ્ત પાક વિસ્તારને નુકસાન થયું હતું.

ક્લાઇમેટ ચેન્જની અસર હાલ વિશ્વભરમાં એટલી દેખાઈ રહી છે. હાલત એટલી ગંભીર છે કે તાજેતરમાં સાઉદી અરેબિયાના રણમાં પહેલી વખત હિમવર્ષા થતી જોવા મળી. સામાન્ય રીતે તેલના ભંડાર અને રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે આખું રણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે.

3000થી વધુ લોકો ચાલુ વર્ષે દેશમાં આ કારણે મૃત્યુ પામ્યા, 2 લાખથી વધુ ઘર-મકાન નષ્ટ થયા 2 - image


Google NewsGoogle News