Get The App

વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ન ફસાતાં, 25 ભારતીયો સાથે થયો જબરદસ્ત કાંડ!

પોલીસને એવી આશંકા છે કે 100થી વધુ લોકોને આ ટોળકી દ્વારા છેતરવામાં આવ્યા હોઈ શકે છે

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ન ફસાતાં, 25 ભારતીયો સાથે થયો જબરદસ્ત કાંડ! 1 - image


Mumbai Police news | ભારતીયોને થાઈલેન્ડ લઈ જઈને નોકરી અપાવવાના નામે છેતરતી ગેંગનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપ છે કે ઊંચા પગારની નોકરી અપાવવાના નામે 25 યુવાનોને થાઈલેન્ડ લઈ જવાનું બહાનું બનાવીને લાઓસ લઈ જવામાં આવ્યા હતા. તેઓને ત્યાં સાયબર ક્રાઇમ કરવા માટે મજબૂર કરાયાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે કહ્યું કે આ કેસમાં બે લોકો જેરી જેકબ અને તેના પાર્ટનર ગોડફ્રે અલ્વારેસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ એફઆઈઆરમાં સની નામના અન્ય એજન્ટનું પણ નામ જાહેર કર્યું છે.

શું છે સમગ્ર મામલો?

પોલીસ અધિકારીએ કહ્યું કે આ ફ્રોડના આ રેકેટ મામલે 23 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. જેકબ આ રેકેટનો કિંગપિન છે. પોલીસના જણાવ્યા અનુસાર યાદવ અને થાણેના અન્ય ત્રણ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. યાદવે પોલીસને જણાવ્યું કે તે ડિસેમ્બર 2022માં ઊંચા પગારની નોકરીની લાલચમાં થાઈલેન્ડ લઈ જવા ડીલ થઈ. પરંતુ તેને થાઈલેન્ડની બોર્ડર પાસે લાઓસ લઈ જવામાં આવ્યો હતો. આ તમામ ભારતીયોને દૂતાવાસની મદદથી ત્યાંથી પાછા ભારત લાવવામાં આવ્યા છે. 

ગુનાખોરીમાં ધકેલી દેવાયા હતા 

પોલીસના જણાવ્યા અનુસાર જેકબ, અલ્વારેસ અને સનીએ કથિત રીતે યાદવ અને લગભગ બે ડઝન ભારતીયોને લાઓસ પહોંચાડ્યા હતા. અહીં તેમને એક કોલ સેન્ટરમાં કામ કરાવવામાં આવ્યું હતું જ્યાંથી નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા યુરોપ, અમેરિકા અને કેનેડાના લોકો સાથે સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા હતા. તેઓ કોલ સેન્ટરના કર્મચારીઓને નજીવી બાબતો માટે ભારે દંડ ફટકારતા હતા. આ સિવાય જ્યારે ભારતીય યુવકોએ એમ્બેસીમાં ફરિયાદ કરી તો આરોપીઓએ તેમને ખૂબ માર માર્યા હતા. 

ભારતીય દૂતાવાસે બચાવ્યા

પોલીસે કહ્યું છે કે ભારતીય દૂતાવાસની દરમિયાનગીરીથી સ્થાનિક પોલીસે યાદવ સહિત ચારેયને મુક્ત કર્યા હતા. પોલીસે આરોપીઓ સામે ધાકધમકી, ખોટી રીતે ગોંધી રાખવા, દાણચોરી અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 30 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

100 થી વધુ લોકો સાથે છેતરપિંડી

પોલીસનું કહેવું છે કે જ્યારે આરોપીઓ તેમના પરિવારના સભ્યોને મળવા આવ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસને શંકા છે કે ગેંગના સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરના 100 થી વધુ બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને છેતર્યા છે.

વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ન ફસાતાં, 25 ભારતીયો સાથે થયો જબરદસ્ત કાંડ! 2 - image


Google NewsGoogle News