Get The App

શુક્રવારે 25થી વધુ ફ્લાઈટને સોશિયલ મીડિયા પરથી બોમ્બની ધમકી

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
શુક્રવારે 25થી વધુ ફ્લાઈટને સોશિયલ મીડિયા પરથી બોમ્બની ધમકી 1 - image


- એરલાઈન્સને બોગસ બોમ્બની ધમકી સામે પ્રશાસન લાચાર 

- બાર દિવસમાં 275થી વધુ ફ્લાઈટને ટાર્ગેટ થતા સરકારે સોશિયલ મીડિયા કંપનીને સ્રોતની માહિતી આપવા જણાવ્યું

નવી દિલ્હી : ભારતીય એરલાઈન્સને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે અને શુક્રવારે ૨૫થી વધુ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને આવી ધમકી મળી હતી. છેલ્લા બાર દિવસમાં ૨૭૫થી વધુ ફ્લાઈટને ટાર્ગેટ બનાવવામાં આવી છે અને સોશિયલ મીડિયા આવી ધમકી માટેની મુખ્ય ચેનલ બની છે. ગુરુવારે પણ ૭૦થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થતા એવિયેશન સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ પુષ્ટી કરી કે કોઝીકોડેથી દમામ સહિત તેની સાત ફ્લાઈટને ધમકી મળી હતી. અન્ય પ્રભાવિત ફ્લાઈટમાં વિસ્તારા, સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા સામેલ હતી. પ્રત્યેક એરલાઈનની લગભગ સાત જેટલી ફ્લાઈટને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. ઈન્ડિગોની અન્ય ફ્લાઈટમાં ઉદયપુરથી દિલ્હી, દિલ્હીથી ઈસ્તનબુલ, પુણેથી જોધપુર, જેદ્દાહથી મુંબઈ, મુંબઈથી ઈસ્તનબુલ અને હૈદરાબાદથી ચંડીગઢના રૂટ સામેલ હતા.ધમકીના પ્રતિસાદમાં પ્રભાવિત ફ્લાઈટોએ સુરક્ષા ધોરણોનું સખતપણે પાલન કર્યું હતું. ઉદયપુરથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈને ટેકઓફ પહેલા સુરક્ષા ચકાસણી માટે આઈસોલેટેડ બે તરફ લઈ જવાઈ હતી. તમામ પ્રવાસીઓને સુરક્ષિતપણે બહાર કઢાયા હતા.

દરમ્યાન ભારત સરકારે મેટા અને એક્સ સોશિયલ મીડિયા કંપનીઓને આ બોગસ સંદેશાના સ્રોતની માહિતી આપવા જણાવ્યું હતું. સિવિલ એવિયેશન મંત્રીએ ગુનેગારને નો-ફ્લાયની યાદીમાં મુકવા જેવા કાયદા બનાવવાની યોજના જાહેર કરી હતી.


Google NewsGoogle News