દેશમાં ૧ વર્ષ કરતા ઓછા સમયમાં જંગલમાં આગ લાગવાના ૨ લાખ કરતા વધુ બનાવો

અરવલ્લીના સંરક્ષણ માટે ગ્રીન વોલ પરિયોજનાની જાહેરાત કરવામાં આવી

પર્વતમાળા આસપાસ પાંચ કિમીના બફર ક્ષેત્રને હરિયાળુ બનાવવાનો સમાવેશ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
દેશમાં ૧ વર્ષ કરતા ઓછા સમયમાં જંગલમાં  આગ લાગવાના ૨ લાખ કરતા વધુ બનાવો 1 - image


નવી દિલ્હી,૩૦,જુલાઇ,૨૦૨૪,મંગળવાર 

દેશની પાર્લામેન્ટનું બજેટ સત્ર ચાલી રહયું છે, ૨૯ જુલાઇના રોજ સંસદમાં જંગલમાં લાગતી આગની ઘટનાઓ અંગના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજયમંત્રી કીર્તિવર્ધનસિંહે લોકસભામાં આપેલી માહિતી અનુસાર ભારતીય વન સર્વેક્ષણ દ્વારા તપાસ દરમિયાન દેશના જંગલોમાં આગ લાગવાની  સંખ્યા  નવેમ્બર ૨૦૨૨ થી જૂન ૨૦૨૩ દરમિયાન ૨૦૩૫૪૪ (૨ લાખ કરતા વધારે) ઘટનાઓ બની છે. ગત વર્ષ આજ સમયગાળામાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ ૨૧૨૨૪૯ હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર બજેટ (મોન્સૂન) સત્ર દરમિયાન સંસદમાં અરવલ્લીના સંરક્ષણ માટે ભરવામાં આવેલા પગલા વિશેના સવાલનો જવાબ આપતા ગ્રીન વોલ પરિયોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો હેતું દેશી વૃક્ષોની પ્રજાતિઓની રોપણી,જળ સંરક્ષણ, પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા કરવાનો છે. પ્લાસ્ટિક પ્રતિબંધ દ્વારા અરવલ્લીને સંરક્ષિત કરવાનો પણ સમાવેશ થાય છે. આ પગલાથી ગુજરાત,રાજસ્થાન અને દિલ્હી એનસીઆરના કેટલાક ભાગોમાં અરવલ્લી પર્વતમાળા આસપાસ ૫  કિમીના બફર ક્ષેત્રને હરિયાળુ બનાવવાનો સમાવેશ થાય છે. 

સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જાણકારી આપી હતી કે ૨૦૨૩-૨૪માં હાથીઓના લીધે ૬૨૯ લોકોના મુત્યુ થયા હતા.૨૦૨૩-૨૪માં ટ્રેન દુર્ઘટનાઓમાં ૧૭ અને વીજળીના ઝાટકાથી ૯૪ હાથીઓના મુત્યુ થયા હતા. પર્યાવરણ સંરક્ષણ શૂલ્કને લઇને જણાવાયું હતું કે છેલ્લા ૫ વર્ષમાં ૨૦૧૯ થી ૩૧ મે ૨૦૨૪ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ શુલ્ક (ઇપીસી) દ્વારા કુલ ૩૬૪ કરોડ રુપિયાની આવક પ્રાપ્ત થઇ હતી.


Google NewsGoogle News