Get The App

VIDEO: ભાજપના ફોટોજીવી મેયર, રક્તદાનનું નામ સાંભળતા જ ઊભા થઈને ભાગ્યા

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
mayor-vinod-agarwal


Moradabad Mayor Viral Video: હાલ યુપીના મુરાદાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મેયર વિનોદ અગ્રવાલ રક્તદાન કરવા પહોંચ્યા હતા. રક્તદાન માટે મેયર બેડ પર સૂઈ ગયા ત્યારે જયારે નજીકમાં ઉભેલા ડોકટરે ઇન્જેક્શન લીધું ત્યારે કાર્યકરોએ વીડિયો બનાવવાનું શરુ કર્યું, પરંતુ બ્લડ ડોનેટ કરતા પહેલા જ ફોટો સેશન પૂરું કરીને મેયર હસતા હસતા ઉભા થઈ ગયા હતા. 

રક્તદાન કરવાના બદલે માત્ર ફોટો સેશન કરીને ભાગ્યા મેયર 

વિનોદ અગ્રવાલ ભાજપના મુરાદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે. પીએમ મોદીના જન્મદિવસ (17 સપ્ટેમ્બર)ના અવસર પર મેયર પાર્ટી ઓફિસના રક્તદાન કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યાં તેણે પલંગ પર સૂઈને રક્તદાનની પ્રક્રિયા શરૂ કરી. ત્યારે ડૉક્ટરે પહેલા મેયર વિનોદ અગ્રવાલનું બીપી ચેક કર્યું, પછી ઈન્જેક્શન લીધું અને બ્લડ ડોનેશનની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ બ્લડ ડોનેટ કરતા પહેલા મેયર બોલ હાથમાં પકડીને જોરથી હસવા લાગ્યા અને કહ્યું કે, 'ડૉક્ટર સાહેબ, છોડો, અમે તો આમ જ આવ્યા છીએ. આટલું કહી તે બેડમાંથી ઉભા થઈ ગયા હતા.'

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ 

હાલ હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેયર સાહેબની આ એક્ટિંગ પર યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહે છે કે જો રક્તદાન કરવાની જરૂર ન હતી તો આટલી ધામધૂમ કરવાની શું જરૂર હતી. હાલમાં મેયર વિનોદ અગ્રવાલે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો: ફજેતી થતાં એર ઈન્ડિયાએ ભારતીય મૂળના અમેરિકન CEOને ચૂકવ્યું સંપૂર્ણ રિફંડ, જાણો મામલો

ત્રીજી વખત મેયર બન્યા છે વિનોદ અગ્રવાલ

65 વર્ષીય વિનોદ અગ્રવાલ મુરાદાબાદના નામી નેતા છે. એક બિઝનેસમેન તરીકે પણ તેમણે નામ બનાવ્યું છે. વિનોદ અગ્રવાલ મહાનગર પાલિકાની ચૂંટણી જીતીને ત્રીજી વખત મેયર બન્યા છે. તેમજ તેમના પત્ની પણ મેયર રહી ચૂક્યા છે.

VIDEO: ભાજપના ફોટોજીવી મેયર, રક્તદાનનું નામ સાંભળતા જ ઊભા થઈને ભાગ્યા 2 - image


Google NewsGoogle News