Get The App

ગૌહત્યા કરાવી જાતે જ પોલીસ સ્ટેશનને ઘેરી દેખાવો કર્યા, બજરંગ દળના નેતા સહિત 4ની ધરપકડ

આ મામલે 4 આરોપી શાહબુદ્દીન, રમન ચૌધરી, મુખ્ય આરોપી મોનુ વિશ્નોઈ ઉર્ફે સુમિત અને રાજીવ ચૌધરીની ધરપકડ કરાઈ

ઉત્તરપ્રદેશના મુરાદાબાદની પોલીસે તપાસ બાદ કર્યો ઘટસ્ફોટ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
ગૌહત્યા કરાવી જાતે જ પોલીસ સ્ટેશનને ઘેરી દેખાવો કર્યા, બજરંગ દળના નેતા સહિત 4ની ધરપકડ 1 - image

image : Twitter / Screen grab



Uttarpradesh Moradabad Cow slaughter news | ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પોલીસે ગૌહત્યાની બે ઘટનાઓને લઇને સનસનાટી મચાવતો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે તેમાં બજરંગ દળનો નેતા પણ સામેલ હતો. આ મામલે આરોપી સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે હજુ બે લોકો ફરાર છે. તેમને પોલીસ શોધી રહી છે. 

શું હતો મામલો? 

ખરેખર આ મામલો 16 જાન્યુઆરીનો છે જ્યારે છજલૈટ વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંવડ પથ પર ગૌવંશના અવશેષ મળ્યાં હતાં. તેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. તેના થોડા દિવસ બાદ આ પ્રકારની ઘટના છજલૈટમાં બની હતી. 28 જાન્યુઆરીએ ચેતરામપુર ગામમાં ગૌવંશ મળી આવ્યો હતો. જેના બાદ બજરંગ દળના કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી જોરદાર હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બંને ઘટનાઓની જાણકારી બજરંગ દળના કાર્યકરો દ્વારા પોલીસને અપાઈ હતી. કાર્યકરોએ આ મામલે ખુલાસો ન થવા અને આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ મૂકી પોલીસ સ્ટેશને જોરદાર હોબાળો કર્યો હતો. તેની આગેવાની બજરંગ દળના નેતા મોનૂ બિશ્નોઈએ કરી હતી. 

પોલીસે કર્યો ઘટસ્ફોટ 

ત્યારબાદ પોલીસ આ કેસને ઉકેલવામાં લાગી ગઇ. આ દરમિયાન જાણ થઇ કે જે લોકો દેખાવ કરી રહ્યા હતા તે જ આ ક્રાઈમમાં સામેલ હતા. ત્યારબાદ પોલીસે આ લોકોની ધરપકડ કરી લીધી અને કેસ અંગે એક પછી એક સ્પષ્ટતા કરી. આ મામલે પકડાયેલા એક આરોપી શાહબુદ્દીને સ્વીકાર્યું કે તેના ભાઈની અમુક લોકોની હત્યા કરી હતી. એટલા માટે વિરોધીઓને ફસાવવા માટે તેણે અન્ય આરોપીઓ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું કેમ કે કથિત રીતે છજલૈટ પોલીસ ચોકીના ઈન્ચાર્જે તેની વાત સાંભળી નહોતી એટલા માટે તેમના સ્ટેશનની હદમાં આ ગૌહત્યાની ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડાયું હતું. 

કોણે કોણે ગૌવંશ મૂક્યા હતા? 

શાહબુદ્દીને તેના સાથી નઈમને પૈસા આપી કાંવડ પથ પર ગૌવંશના અવશેષો મૂકાવ્યાં હતા. આ ઘટના બાદ બજરંગ દળના પ્રમુખ સુમિત વિશ્નોઈ ઉર્ફે મોનુ, પ્રખંડ અધ્યક્ષ રાજીવ ચૌધરીએ સાથીઓ સાથે મળીને છજલૈટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને હટાવવા માટે કાંઠ તાલુકામાં દેખાવો કર્યા. દેખાવો બાદ કાર્યવાહી ન થતાં આરોપીઓએ ફરીવાર ઘટનાને અંજામ આપ્યો. 

ગાયને ચોરી કરી હત્યા કરી 

શાહબુદ્દીને 28 જાન્યુઆરીની રાતે બીજા સાથી જમશેદ સાથે મળીને ચેતરામપુર ગામમાં ઘરની બહાર બાંધેલી ગાય ચોરી કરી લીધી. તેના બાદ જંગલમાં જઇને તેની હત્યા કરી નાખી. આ દરમિયાન આરોપી સુમિત ઉર્ફે મોનુ, રાજીવ ચૌધરી અને રમન ચૌધરીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો. તેના પછી તેને પોલીસ અધિકારીઓને એક્સ પર ટેગ કરતાં કાર્યવાહીની માગ કરી. 

ચાર આરોપીઓની ધરપકડ 

આ મામલે એસએસપી હેમરાજ મીણાએ કહ્યું કે 4 આરોપીઓ શાહબુદ્દીન, રમન ચૌધરી, મુખ્ય આરોપી મોનુ વિશ્નોઈ ઉર્ફે સુમિત અને રાજીવ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે. 

ગૌહત્યા કરાવી જાતે જ પોલીસ સ્ટેશનને ઘેરી દેખાવો કર્યા, બજરંગ દળના નેતા સહિત 4ની ધરપકડ 2 - image


Google NewsGoogle News