નૂંહ હિંસા મામલે મોનૂ માનેસરને મળ્યા જામીન, તેમ છતા રહેવું પડશે જેલ, જાણો શું છે કારણ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
નૂંહ હિંસા મામલે મોનૂ માનેસરને મળ્યા જામીન, તેમ છતા રહેવું પડશે જેલ, જાણો શું છે કારણ 1 - image


Image Source: Twitter

- હાલમાં મોનૂ ગુરુગ્રામની ભોંડસી જેલમાં બંધ છે

નૂંહ, તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર 

મોનૂ માનેસરને નૂંહ હિંસા મામલે (Nuh Violence Case)માં જામીન મળી ગયા છે. તેને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. જોકે, તેને જામીન મળી ગયા છતાં જેલમાં જ રહેવું પડશે. પડૌદી હત્યાનો પ્રયાસ અને નાસિર-જુનૈદ હત્યા મામલે તેને કોઈ રાહત નથી મળી. એટલે કે, રાજસ્થાનમાં ચાલી રહેલા કેસોમાં તેને રાહત નથી મળી. ટલા માટે તેણે જેલમાં જ રહેવું પડશે. નૂંહ હિંસાના ઠીક પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને હરિયાણા સરકારે આઈટી એક્ટ હેઠળ તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ જ મામલે નૂંહની અદાલતમાં મોનૂએ જામીનની અરજી કરી હતી. 

પોલીસ ચાર્જશીટ દાખલ કરશે

હાલમાં મોનૂ ગુરુગ્રામની ભોંડસી જેલમાં બંધ છે. ગુરુગ્રામ પોલીસ તેને રાજસ્થાનથી પોતાને ત્યાં પ્રોડક્શન વોરન્ટ પર લઈને આવી હતી. ગુરુગ્રામ પોલીસે પટૌડીમાં થયેલી હત્યાના પ્રયાસ મામલે મોનૂ વિરુદ્ધ કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો. આ મામલે ગુરુગ્રામ પોલીસે મોનૂને ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. આ દરમિયાન પોલીસે તેમની તપાસમાં મોનૂ વિરુદ્ધ ઘણા પુરાવા એકત્ર કર્યા હતા. આ કેસમાં પોલીસ ચાર્જશીટ દાખલ કરશે.

મોનૂ વિરુદ્ધ રાજસ્થાનમાં કેસ ચાલી રહ્યો છે

નાસિર-જુનૈદ હત્યા મામલે મોનૂ વિરુદ્ધ રાજસ્થાનમાં કેસ ચાલી રહ્યો છે. હવે તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે કારણ કે પોલીસ સુરક્ષાના કારણોસર મોનૂને રાજસ્થાન લઈ જવા નથી માંગતી. તે નિશ્ચિત છે કે, જો રાજસ્થાન પોલીસ તેને રિમાન્ડ પર લેશે તો તેને પોતાની સાથે લઈ જઈ શકે છે. જો કે, મોનૂ 25મી ઓક્ટોબરના રોજ જ્યારે તેની રજૂઆત થશે ત્યારે જ એ નક્કી થઈ શકશે કે, મોનૂ સાથે શું થશે.

15 ઓગસ્ટે બિટ્ટુ બજરંગીની ધરપકડ કરી હતી

નૂંહ હિંસા બાદ હરિયાણા સરકારે આઈટી એક્ટ હેઠળ મોનૂ માનેસર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મોનૂ માનેસરના વકીલોએ પોતાની દલીલોમાં બિટ્ટુ બજરંગીને આપવામાં આવેલા જામીનનો પણ હવાલો આપ્યો હતો. નૂંહ હિંસા મામલે અનેક ગંભીર આરોપો હેઠળ બિટ્ટુ બજરંગીની પણ ધરપકડ કરવામાં આવી હતી. નૂંહ હિંસા કેસમાં નૂંહ સદર પોલીસે 15 ઓગસ્ટે બિટ્ટુ બજરંગીની ધરપકડ કરી હતી. નૂંહ હિંસા કેસમાં નૂંહ સદર પોલીસે 15 ઓગસ્ટે બિટ્ટુ બજરંગીની ધરપકડ કરી હતી. બીજી તરફ નૂંહ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુરુગ્રામના માનેસરથી મોનૂ માનેસરની ધરપકડ કરી હતી.



Google NewsGoogle News