કેરળ બાદ આ રાજ્યોમાં પ્રવેશ કરશે ચોમાસું, વાંચો હવામાન ખાતાની મહત્ત્વની આગાહી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
કેરળ બાદ આ રાજ્યોમાં પ્રવેશ કરશે ચોમાસું, વાંચો હવામાન ખાતાની મહત્ત્વની આગાહી 1 - image


Monsoon Latest Update : દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે. આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા 30 મેના રોજ પહોંચ્યું હતું. હવે હવામાન વિભાગે ચોમાસું ક્યા રાજ્યોમાં પ્રવેશ કરશે તે અંગેની માહિતી આપતા અપડેટ બહાર પાડ્યું છે.

કેરળમાંથી ચોમાસુ આગળ વધી રહ્યું છે

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ત્રિપુરા, મેઘાલય, આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. તેમજ પશ્ચિમ બંગાળમાં ચોમાસુ પહોંચી જશે તેવી સંભાવના છે.

લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે

લક્ષદ્વીપ, કર્ણાટક, તમિલનાડુમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. આ રાજ્યોમાં આગામી 1-2 દિવસમાં કમોસમી વરસાદની સંભાવના છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે. આગામી એક કે બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનમાં ઘટાડો થશે, જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં 4-5 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

આ રાજ્યોમાં વરસાદ થાય તેવી શક્યતા

અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આસામ અને મેઘાલયમાં આજથી ચોથી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બીજી જૂને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થશે તેવી શક્યતા છે.


Google NewsGoogle News