Get The App

ગુજરાત સહિત 27 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
Representative image in Rain


Monsoon Update: હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના મણિપુર મિઝોરમ સહિત દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટક સુધી વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી છે. ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે આદિ કૈલાશ માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરવી પડી છે. આ દરમિયાન હવામાન વિભાગે 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને દક્ષિણ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ માત્ર આજે જ નહીં પરંતુ આગામી 7 દિવસ સુધી ચાલુ રહેશે. એટલે કે, ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશના પર્વતોથી માંડીને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સુધી ભારે વરસાદ પડશે. 

આ પણ વાંચો : આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ પડશે

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 79 તાલુકામાં વરસાદ ખાબક્યો

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના સાયલામાં 78 મિમી, તાપીના સોનગઢમાં 26 મિમી, ગીર સોમનાથના તલાલામાં 20 વરસાદ ખાબક્યો છે. 

Google NewsGoogle News