Get The App

દેશના આ રાજ્યોને મેઘરાજા ધમરોળશે, ભારે વરસાદની આગાહી, વાંચો IMDની લેટેસ્ટ અપડેટ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
Monsoon Update


Monsoon Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને છત્તીસગઢમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના જુદા જુદા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આપ્યું જાહેરનામું

હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લૉ પ્રેશર સર્જાયું છે. ચોમાસું 'ટ્રફ લાઇન' તેની સામાન્ય સ્થિતિમાં છે. જેના કારણે અનેક રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ માટે રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે કોંકણ અને ગોવા તેમજ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય, 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે(27મી જુલાઈ) ઉત્તરાખંડના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પૂર્વી રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 30મી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમજ આજથી બે દિવસ પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.


ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ સુધી 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે (27મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના ટિહરીમાં આભ ફાટ્યું, બાલગંગાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 2નાં મોત, અનેક મકાન ધ્વસ્ત


ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી

ઉત્તરાખંડના ટિહરીના બુઢાકેદાર ક્ષેત્રમાં આભ ફાટવાની ઘટનાને પગલે હાહાકાર મચી ગયો. બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતાં ચારેકોર વિનાશના દૃશ્યો સર્જાયા હતા. ગેંવાલી, તોલી, જખાણા, વિસન, તિનગઢ અને બુઢાકેદાર ગામના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. 

ભારે વરસાદને કારણે રૂદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત મદમહેશ્વર જવાના રસ્તે એક પુલ ધોવાઈ ગયો હતો, જ્યાં 100થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ હેલિકોપ્ટરની મદદથી ત્યાં ફસાયેલી પાંચ મહિલાઓ સહિત 106 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

દેશના આ રાજ્યોને મેઘરાજા ધમરોળશે, ભારે વરસાદની આગાહી, વાંચો IMDની લેટેસ્ટ અપડેટ 2 - image


Google NewsGoogle News