ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
Monsoon Update: દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, રાયલસીમા, કેરળ, ગંગા પશ્ચિમ બંગાળ અને પૂર્વ રાજસ્થાનમાં આજે (16 ઑગસ્ટ) ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
દેશની હવામાન સ્થિતિ
હવામાન વિભાગની અનુસાર, આજે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે 16મીથી 21મી ઑગસ્ટ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: MVAમાં વિવાદના એંધાણ, ઉદ્ધવની શિવસેનાએ આ મોટી માંગણી કરી કોંગ્રેસ-NCPની વધારી મુશ્કેલી
ગુજરાતમાં 16મી ઑગસ્ટની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 16મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.