Get The App

શું આ વર્ષે ખેડૂતોનું વધશે ટેન્શન? 1થી 17 જૂનની વચ્ચે ભારતમાં 20 ટકા ઓછો પડ્યો વરસાદ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
Monsoon


Monsoon Update : દેશમાં 2 દિવસ પહેલા ચોમાસું બેસી ગયું હોવા, છતાં હવે તેની ગતિ ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે. 1થી 17 જૂન વચ્ચે સમગ્ર દેશમાં સામાન્યથી 20 ટકા ઓછો વરસાદ થયો છે. ત્યા હવામાન વિભાગે દિલ્હી સહિત દેશના કેટલાક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. એટલે સવાલ એ થાય કે, દેશમાં હજુ સુધી વરસાદ કેમ નથી થઈ રહ્યો, શું કારણ છે અને હાલાત સુધરવાની આશા કરવી જોઈએ કે નહીં ?

સમગ્ર દેશમાં 20 ટકાથી ઓછો વરસાદ થયો

IMD દ્વારા હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો છે. ઓછા વરસાદના કારણે દેશમાં ખેતી પર તેની અસર વધારે જોવા મળે છે. દેશમાં ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો 1 થી 17 જૂન 2024 સુધીમાં પુર્વ અને ઉત્તર-પુર્વમાં 20 ટકા ઓછો વરસાદ થયો છે. જે એગ્રી સેક્ટર માટે ચિંતાજનક કહેવામાં આવે છે. તો દેશના ઉત્તરી ભાગમાં 68 ટકા ઓછો વરસાદ થયો છે. મધ્ય ભારતમાં 29 ટકા ઓછો વરસાદ થયો છે. જો કે દક્ષિણ ભારતમાં 17 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે સમગ્ર દેશની વાત કરીએ તો 20 ટકા ઓછો વરસાદ થયો છે.

દેશમાં સરેરાશ ઓછો વરસાદ 

એક રિપોર્ટ પ્રમાણે 1થી 17 જૂન 2024 સુધી તમિલનાડુમાં સરેરાશ કરતાં 111 ટકા વધુ, આંધ્રપ્રદેશમાં સરેરાશ કરતાં 78 ટકા વધુ, તેલંગાણામાં સરેરાશ કરતાં 10 ટકા વધુ, કર્ણાટકમાં સરેરાશ કરતાં 19 ટકા વધુ, કેરળમાં સરેરાશ કરતાં 46 ટકા વધુ, 6 મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં ટકા વધુ, ગુજરાતમાં 71 ટકા ઓછો અને મધ્યપ્રદેશમાં પણ સરેરાશ કરતાં 54 ટકા ઓછો વરસાદ થયો છે.

ક્યાં સુધી ચાલુ રહેશે ગરમી ?

હવામાન વિભાગે દેશમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દેશના ઘણા ભાગોમાં હીટવેવનું એલર્ટ આપેલું છે. 19 જૂન સુધી હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી, હરિયાણા, યુપી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 35 દિવસથી દિલ્હીમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યો છે.

ક્યારે આવશે લા- નીના?

અમેરિકાનું કહેવું છે કે, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે લા - નીનાની શક્યતા રહેલી છે. હાલમાં લા- નીના બનવાની શક્યતા 65 ટકા દેખાઈ રહી છે. WMO (વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઈઝેશન)નું કહેવું છે કે, આ વર્ષે લા -નીનાની શક્યતાઓ રહેલી છે. લા- નીના બનતા જ ભારતમાં વરસાદ થાય છે. WMO કહે છે કે, જો અલ-નીનોથી લા-નીનામાં સ્થળાંતર થશે તો વરસાદ પડશે.  


Google NewsGoogle News