ચોમાસું વહેલું આવશે, કાલથી આ રાજ્યોને ગરમીથી અપાવી શકે છે રાહત, હવામાન ખાતાની આગાહી
Image: Freepik
Monsoon 2024: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભલે ભીષણ ગરમી પડી રહી છે પરંતુ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં મોનસૂન મહેરબાન છે. હવામાન વિભાગના તાજા અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધવાની અનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે. આ કારણે મોનસૂન પોતાના નક્કી સમયથી આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અમુક ભાગોમાં લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર સહિત અરબ સાગર અને બંગાળની ખાડીમાં ખૂબ આગળ વધી ચૂક્યુ છે. આ સિવાય મોનસૂન પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં પણ પહોંચી ચૂક્યુ છે.
હવામાન વિભાગે કહ્યું કે આગામી એક-બે દિવસમાં ચોમાસુ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં વરસાદ લઈને આવી શકે છે. સામાન્ય રીતે બિહારમાં ચોમાસાની એન્ટ્રી લેવાની તારીખ 10 જૂન છે પરંતુ આ લગભગ એક અઠવાડિયા પહેલા જ રાજ્યના પૂર્વ ભાગમાં દસ્તક આપી શકે છે. નવી સેટેલાઈટ ઈમેજરીના આધારે મોનસૂનની જે રેખા જોવામાં આવી છે તે આજે બંગાળના કૂચબિહાર અને કિશનગંજની આસપાસનો વિસ્તાર છે.
કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આ વચ્ચે IMDએ કેરળમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આઈએમડીએ આસામ અને મેઘાલય માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને કહ્યું છે કે 3થી 5 જૂનની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વિભાગે આ રીતે એલર્ટ તટીય આંધ્ર પ્રદેશ માટે પણ જારી કર્યું છે.
હવામાન ખાતાએ તેના બુલેટિનમાં કહ્યું છે કે આ સમયે બે ચક્રવાતી નીચું દબાણનું કેન્દ્ર બનેલું છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન આસામને પૂર્વોત્તર ભાગની ઉપર ટ્રોપોસ્ફિયરમાં સક્રિય છે જ્યારે બીજું સર્ક્યુલેશન કેરળ અને તેની આસપાસ બનેલું છે. હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતી દશાના કારણે કેરળ, માહે અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રવિવારે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં રવિવારે 111.1 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યો જે 133 વર્ષોનો રેકોર્ડતોડ આંકડો છે.
દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસોમાં ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, યનમ, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં અલગ-અલગ સ્થળો પર વીજળી ચમકવી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી પવનની સાથે ગર્જના સાથે છાંટા પડવાનું અનુમાન છે. આગામી સાત દિવસમાં ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, યનમ, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં ઘણા સ્થળો, અમુક સ્થળો કે એક કે બે સ્થળો પર હળવાથી મધ્ય વરસાદ કે ગર્જના સાથે છાંટા પડવાનું અનુમાન છે. IMD અનુસાર આગામી બે દિવસોમાં યુપી, એમપી અને છત્તીસગઢને પણ ગરમીથી રાહત મળવાના અને વરસાદ પડવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં તટીય આંધ્ર પ્રદેશ, યનમમાં એક કે બે સ્થળો પર અને રાયલસીમામાં ઘણા સ્થળો પર વરસાદ થયો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાયલસીમાના તિરુપતિમાં સૌથી વધુ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે આ મોસમના સરેરાશ તાપમાનથી બે ડિગ્રી વધુ છે. દિલ્હીના વિભિન્ન હવામાન કેન્દ્રોમાંથી નજફગઢમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું, જ્યારે નરેલામાં 41.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું જ્યારે નરેલામાં 41.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું. દક્ષિણી દિલ્હીના આયા નગરમાં 43.4 ડિગ્રી, રિજમાં 43.7 ડિગ્રી અને પાલમમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.
દિલ્હીમાં ધૂળભરી આંધી-વંટોળની શક્યતા
હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં સોમવારે વાદળ છવાઈ રહેવા. અલગ-અલગ સ્થળો પર ગરમ પવન ચાલવા, ધૂળ ભરી આંધી અને ગર્જના સાથે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે 25થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી પવન ફૂંકાવાનું અનુમાન છે. દિલ્હીમાં રવિવારે ભેજનું સ્તર 29 ટકાથી 44 ટકાની વચ્ચે નોંધવામાં આવ્યું. હવામાન વિભાગ અનુસાર રાજધાનીમાં સોમવારે મહત્તમ અને લઘુતમ તાપમાન ક્રમશ: 44 અને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં હરિયાણા અને પંજાબના ઘણા સ્થળો પર રવિવારે પણ ભીષણ ગરમી પડી અને આ સાથે સિરસામાં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. હવામાન વિભાગ અનુસાર હરિયાણામાં સિરસા સૌથી ગરમ સ્થાન રહ્યું. રાજ્યના અન્ય સ્થળોમાં ભિવાનીમાં મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જ્યારે રોહતકમાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. અંબાલામાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ, હિસારમાં 42.7 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ક્રમશ: 42.5 ડિગ્રી સેલ્સિયસ અને 43.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું.
પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. પંજાબના ભટિંડામાં મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. અમૃતસરમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ, લુધિયાણામાં 42.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે પટિયાલામાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. ગુરદાસપુરમાં મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ફરીદકોટમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.