મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આઠ રાજ્યોમાં ચોમાસાની વિદાય, હવામાન વિભાગની જાહેરાત
Monsoon Ending: મેઘરાજાએ આ ચોમાસામાં ધમાકેદાર બેટિંગ કરી વિદાય લેવાનું શરુ કર્યુ છે. ચોમાસાએ હાલ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશથી વિદાય લીધી છે. હવે થોડાક દિવસોમાં દેશના અન્ય રાજ્યોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. હવામાન વિભાગ મુજબ આ વખતે ચોમાસામાં સમગ્ર દેશમાં સારી મેઘમહેર થઈ હતી અને સિઝનમાં સામન્યથી વધુ વરસાદ નોંધાયો હતો.
સામન્યથી વધુ વરસાદ નોંધાયો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે સામન્યથી વધુ વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં સામન્ય 640.3 મિમીની તુલનાએ આ વર્ષે 1029.9 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં સામન્ય 868.6 મિમીની તુલનાએ 934.8 મિમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું 17 સપ્ટેમ્બરથી વિદાય લેવાનું શરુ કરે છે. જો કે, આ વર્ષે દિલ્હીમાંથી ચોમાસાએ મોડી વિદાય લીધી હતી.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, આઠ મકાન ધરાશાયી, પાંચના મોત
આઠ રાજ્યો ઉપરાંત ચોમાસાએ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી પણ વિદાય લીધી છે. આઇએમડીના જણાવ્યા મુજબ ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે દબાણ સર્જાવવાથી સમગ્ર દેશમાં સામન્યથી લગભગ આઠ ટકા વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સોમવારે (30 સપ્ટેમ્બર) સત્તાવાર રીતે સમાપન થઈ ચૂક્યું છે.
હિમાચલમાં સિઝનમાં ભારે વરસાદ નોંધાયો
હિમાચલ પ્રદેશમાં પણ વર્ષા ઋતુ સમાપ્ત થઈ છે. આ વર્ષે પ્રદેશમાં 600.9 મિમી વરસાદ વરસ્યો હતો, જે રાજ્યના સામાન્ય વરસાદ કરતાં ખૂબ વધુ છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ 27 જૂને એન્ટ્રી કરી હતી. 27 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી પ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો છે. હિમાચલ પ્રદેશમાંથી વરસાદે 25 સપ્ટેમ્બરે વિદાય લીધી હતી.
આ પણ વાંચોઃ ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધી પહેલા કોની તસવીર છપાતી હતી, જાણો ઈતિહાસ