Get The App

ગુજરાતના પાડોશી રાજ્યમાં 'મંકીપૉક્સ'નો શંકાસ્પદ દર્દી નોંધાયો, એરપોર્ટ પર તપાસતા લક્ષણો મળી આવ્યા

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
monkeypox


Monkeypox Suspected Case in Rajasthan : ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર મંગળવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે વિદેશથી પરત ફરેલા એક મુસાફરમાં મંકી પૉક્સ (M પૉક્સ)ના લક્ષણ મળી આવ્યા. એરપોર્ટ પર હાજર મેડિકલ સ્ટાફે તાત્કાલિક શંકાસ્પદ દર્દીને રાજસ્થાન યૂનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ સાયન્સ (RUHS) હોસ્પિટલમાં આઇસોલેટ કરી દીધો. આ શંકાસ્પદ દર્દી નાગૌર જિલ્લાના 20 વર્ષીય નિવાસી છે, જે મંગળવારે દુબઈથી જયપુર પરત ફર્યો હતો. મુસાફરના સેમ્પલ સવાઈ માનસિંહ મેડિકલ કોલેજની લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની તપાસ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ અગાઉ પણ કેરળમાં નોંધાયેલ મંકીપોક્સનો દર્દી દુબઈથી જ પરત ફર્યો હતો.

મુસાફરના શરીર પર લાલ રંગના ચાંઠા અને હળવો તાવ જોવા મળ્યો, જે મંકી પૉક્સના સામાન્ય લક્ષણ હોય છે. સાંગાનેર એરપોર્ટ પર તૈનાત મેડિકલ ટીમે મુસાફરના લક્ષણોના આધાર પર તેને મંકી પૉક્સનો શંકાસ્પદ કેસ માન્યો અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવાયો.

આ પણ વાંચો : મંકીપોક્સની પહેલી વેક્સિનને WHOની મંજૂરી, આ બિમારીથી બચાવવામાં 82% સફળ હોવાનું અનુમાન

RUHS હોસ્પિટલના અધિક્ષક ડૉ. અજીત સિંહના અનુસાર, હોસ્પિટલમાં M પૉક્સના દર્દીની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એક આખો ફ્લોર મંકી પૉક્સથી પીડિત દર્દીઓ માટે ખાલી રખાયો છે. જોકે, શંકાસ્પદ દર્દીની સ્થિતિ સામાન્ય જણાવાય રહી છે અને તેની સારવાર ચાલી રહી છે. આગળની કાર્યવાહી અને સારવાર સેમ્પલ રિપોર્ટના આધાર પર કરવામાં આવશે.

મંકી પૉક્સને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મંકી પૉક્સને એક ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી રાખી છે. આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, જેને જોતા WHOએ આખી દુનિયામાં એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગે આ બીમારીને લઈને સતર્કતા વધારી છે અને તેના માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. મંકી પોક્સના શંકાસ્પદ કેસોની સારવાર કરવા માટે તમામ હોસ્પિટલોમાં જરૂરી તૈયારીઓ કરાઈ રહી છે.

આ પણ વાંચો : મંકીપોક્સથી ગભરાશો નહીં, જાણો કેટલી ખતરનાક છે આ બીમારી અને શું છે લક્ષણો


Google NewsGoogle News