VIDEO : વાનરે વગાડ્યો પિયાનો, સાંભળીને લોકો થયા ઈમ્પ્રેસ, તમે પણ જુઓ

સોશિયલ મીડિયા પર એક વાનરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અત્યાર સુધી લાખો લોકો આ વીડિયોનેે જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચુક્યા છે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
VIDEO : વાનરે વગાડ્યો પિયાનો, સાંભળીને લોકો થયા ઈમ્પ્રેસ, તમે પણ જુઓ 1 - image
Image Social Media

સોશિયલ મીડિયા પર એક વાનરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં એક વાનર માણસની જેમ કપડાં પહેરેલો જોવા મળે છે, વાનર એક ટેબલ પર બેસીને પિયાનો વગાડી રહ્યો છે. વાનર બરોબર એવી રીતે પિયાનો વગાડે છે, જેવી રીતે માણસ પિયાનો વગાડતો હોય. સામાન્ય રીતે વાનર સતત ઉછળકૂદ કરતો રહે છે, પરંતુ આ વાનર શાંતિથી પિયાનો વગાડવામાં ફોક્સ કરી રહ્યો છે.

વીડિયોમાં આ વાનર માણસોની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે

વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચુક્યા છે. વીડિયો જોયા પછી લોકો આ વાનરને સ્માર્ટ કહી રહ્યા છે. તમામ લોકો કોમેન્ટ સેક્શનમાં આ વાનરના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ યુઝરે આ એકાઉન્ટ પર આ વાનરનો વીડિયો શેર કર્યો છે તે વાનરનું નામ બીબી છે. લોકોનું કહેવું છે કે બીબી નામનો આ વાનર ખૂબ સ્માર્ટ છે. વીડિયોમાં આ વાનર માણસોની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. 


Google NewsGoogle News