જાન્યુઆરીમાં થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફાર, જેની તમારા ખિસ્સા પર થશે સીધી અસર
નવા વર્ષથી દેશભરમાં કેટલાક ફેરફાર થવાથી સામાન્ય માણસના ખિસ્સા પર અસર
Image Freepic
તા. 1 જાન્યુઆરી 2024, સોમવાર
Rule Changes From January 2024 : આજથી નવું વર્ષ શરુ થઈ ગયું છે. નવા વર્ષથી દેશભરમાં કેટલાક ફેરફાર થવાના છે. દર મહિનાની પહેલી તારીખથી કેટલાક ફેરફાર થતા રહે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ ફેરફારની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આવો જાણીએ કે, જાન્યુઆરીમાં ક્યા ક્યા ફેરફાર થવાના તે વિશે જાણીએ.
1. નવા વર્ષથી સિમ કાર્ડ ખરીદવામાં નવો નિયમ લાગુ
નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી 2024થી ભારતમાં સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો છે. આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી આદેશ પણ અપાયો છે. સરકારના આદેશ મુજબ હવે સિમકાર્ડ ખરીદનાર અને વેચનાર બંનેએ નવા નિયમોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારના નોટિફેકેશન પ્રમાણે નવા નિયમમાં યુઝરે વર્ચ્યુઅલ KYC આપવાની રહેશે. જુની પદ્ધતિને 1 જાન્યુઆરી 2024થી બંધ કરી દેવામાં આવી છે. સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે નવી સુવિધા શરૂ કરી છે.
2. ઈનએક્ટિવ યુપીઆઈ આઈડીનો ઉપયોગ નહીં કરી શકો
નવા વર્ષથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા નવી પોલિસી કરવામાં આવી છે. જેમાં એક અથવા તેથી વધારે ઈનએક્ટિવ યુપીઆઈ આઈડી બ્લોક કરી દેવાશે.
3. પહેલી જાન્યુઆરીથી એલપીજીના ભાવમાં થશે અપડેટ
નવા વર્ષથી એલપીજી ગેસ ધારકો રાહત મળશે. હવે એલપીજી ગેસના ભાવમાં દર મહિને ફેરફાર થતા રહેશે. જે અંતર્ગત આજે એલપીજી ગેસના નવા ભાવ જાહેર થશે. માહિતી મુજબ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપતા 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 120.50 રુપિયાનો ઘટાડો કર્યો છે.