NPS દ્વારા તમે બચાવી શકશો ટેક્સ, રોકાણકારો માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ, જાણો શું છે લાભ

નેશનલ પેંશન સિસ્ટમ 2004 થી લાગુ કરવામાં આવી છે

NPS સરકારી તેમજ ખાનગી બન્ને કર્મચારીઓ માટે છે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
NPS દ્વારા તમે બચાવી શકશો ટેક્સ, રોકાણકારો માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ, જાણો શું છે લાભ 1 - image
Image Freepic 

તા. 3 ઓક્ટોબર 2023, મંગળવાર 

નિવૃતિ (Retirement) બાદ સામાન્ય વર્ગના લોકોને ઘડપણમાં પેન્શન (pension) માત્ર એક સહારો (support) હોય છે. જેમને વારસા (inheritance ) માં કોઈ સંપત્તિ મળી હોય તેમને તો કોઈ ચિંતા ન હોય, પરંતુ સામાન્ય લોકોને નિવૃતિ એટલે કે 60 વર્ષ પછીના જીવન નિર્વાહ માટેની ચિંતા સતત થયા કરતી હોય છે. એટલે કે સામાન્ય વર્ગના માણસોને તેની ખૂબ જરુર હોય છે. આવામાં એનપીએસ(NPS) એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ તમારા માટે ખૂબ જ સારા રોકાણનો વિકલ્પ બની શકે છે. આવું એટલા માટે કે, આમાં ફંડ ભેગુ થાય છે અને ટેક્સની બચત થાય છે. 

2009માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખુલ્લી મુકવામાં આવી

NPS કેન્દ્ર સરકારની પેન્શન યોજના છે જેનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) કરે છે.  એનપીએસની શરુઆત 2004માં થઈ છે, ત્યારે કેન્દ્રએ જુની પેન્શન યોજના (OPS)ને બંધ કરી દીધી અને નવી પેન્શન સિસ્ટમ અમલમાં મુકી છે. પહેલા તેની શરુઆત માત્ર સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી છે. જો કે 2009માં તેને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખુલ્લી મુકવામાં આવી હતી. 

  NPS દ્વારા તમે બચાવી શકશો ટેક્સ, રોકાણકારો માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ, જાણો શું છે લાભ 2 - image

ટેક્સની બચત 

એનપીએસમા રોકાણ કરવાથી તમારા ટેક્સની બચત થાય છે. આમાં રોકાણથી ઈનક્મ ટેક્સ અધિનિયમ 80સી પ્રમાણે ટેક્સમાં છુટ મળે છે. જેમા દર વર્ષે 1.5 લાખ રુપિયા સુધીની છુટ લઈ શકો છો. જેના કારણે તમારે ટેક્સ ઓછો ભરવાનો થશે. આ સિવાય એનપીએસ દ્વારા 80 CCD(1B)માં વધુ 50 હજાર રુપિયા સુધીનું ડિડક્શન મળે છે. જો તમે એનપીએસમાંથી 60 ટકા સુધીની રકમ નિકાળી લો છો તો તેના પર પણ કોઈ ટેક્સ આપવાનો રહેતો નથી. 

નિવૃતિ બાદ સહાયક બને છે આ ફંડ

સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી રોકાણ સારુ મળે છે. એનપીએસમાં રોકાણ માટે અલગ અલગ વિકલ્પ પણ પસંદ કરવા મળે છે. જેમાં ઈક્વિટી, કોર્પોરેટ ડેટ, ગવર્નમેંટ સિક્યોરિટી અને વૈકલ્પિક સંપતિઓમાંથી પસંદ કરી શકો છો. જેમા તમારે પોતાનો પોર્ટફોલિયો રિસ્ક અને રિટર્ન પ્રમાણે મેનેઝ કરવામાં મદદ મળે છે. આ યોજનામાં લાંબા સમય સુધી રોકાણ કરવાથી જ્યારે તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર હોય ત્યારે મોટો સહારો મળી રહે છે. આ સૌથી સરળ રોકાણ કરવાના વિકલ્પમાંથી એક છે. 


Google NewsGoogle News