Get The App

'દેશના મઠ-મંદિરો સરકારના પ્રભાવથી મુક્ત થવા જોઈએ...' શંકરાચાર્ય નિશ્ચલાનંદનું મોટું નિવેદન

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
'દેશના મઠ-મંદિરો સરકારના પ્રભાવથી મુક્ત થવા જોઈએ...' શંકરાચાર્ય નિશ્ચલાનંદનું મોટું નિવેદન 1 - image


Shankaracharya Swami Nischalananda Saraswati: પૂર્વમનયા ગોવર્ધન મઠ પુરી પીઠ (ઓડિશા)ના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી રાષ્ટ્રોત્કર્ષ અભિયાન યાત્રા અંતર્ગત ધર્મસભાના સંદર્ભમાં તેમના ત્રણ દિવસીય રોકાણ પર શનિવારે ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'દેશના મઠો અને મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા જોઈએ. મઠો અને મંદિરોનું સંચાલન શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ થવું જોઈએ.'

અયોધ્યા અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી શું કહ્યું?

રાજનીતિ અને ધર્મ વચ્ચેના સંબંધ અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે, 'રાજનેતાઓએ પહેલા રાજકારણની વ્યાખ્યા જાણવી જોઈએ. જ્યારે તેમને રાજધર્મનું જ્ઞાન નથી તો તેઓ તેનું પાલન કેવી રીતે કરશે? રામલલાની સ્થાપના મહત્વાકાંક્ષાના પ્રભાવ હેઠળ થઈ હતી. તેથી જ અયોધ્યાની જનતાએ તેમને ચૂંટણીમાં નકારી દીધા.'

આ પણ વાંચો: 'વધુમાં વધુ બાળકો પેદા કરો, ઈન્સેન્ટિવ આપીશું...' NDAના સૌથી મોટા સહયોગીની સલાહ


'ભાગલા પાડો અને રાજ કરોનું રાજકારણ'

વર્તમાન રાજકીય સંજોગોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'અંગ્રેજોની કૂટનીતિ તેમના સમય કરતા સ્વતંત્ર ભારતમાં વધુ જોવા મળી રહી છે. કદાચ અંગ્રેજો પણ આજે આ જોઈને હસતા હશે. રાજનેતાઓ શબ્દ ભેદી બાણ ચલાવવામાં માહિર હોય છે. એટલા માટે આપણે ભાગલા પાડો અને રાજ કરોનું રાજકારણ કરીએ છીએ.'

આગામી મહાકુંભમાં વીઆઈપી કલ્ચરની વ્યવસ્થા પર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે, 'આવું ન થવું જોઈએ. જે વ્યવસ્થા સામાન્ય જનતા માટે છે તે જ વ્યવસ્થા મુખ્યમંત્રી માટે પણ હોવી જોઈએ. આજે, ધર્મ જેને સામાન્ય લોકો અને માતૃત્ત્વ શક્તિઓ કહેવાય છે તેના પર આધાર રાખે છે.'

કેટલીક બાબતોને લઈને સંતોમાં મતભેદો અંગે તેમણે કહ્યું કે, 'જે લોકો તત્વજ્ઞાન, વિજ્ઞાન, વર્તન અને દેશ, સમય અને પરિસ્થિતિ વચ્ચે સુમેળ ધરાવે છે તે જ અસરકારક છે.'

'દેશના મઠ-મંદિરો સરકારના પ્રભાવથી મુક્ત થવા જોઈએ...' શંકરાચાર્ય નિશ્ચલાનંદનું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News