Get The App

MPના નવા મુખ્યમંત્રી મોહન યાદવ કેટલું ભણેલા ને સંપત્તિ કેટલી ? બંદૂકનું લાયસન્સ પણ ખરું

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી પાસે કુલ 42 કરોડ રૂપિયાની સંપત્તિ

નવા CM પાસે 1 કાર, 1 ટુ-વ્હીલર્સ, 2 બંદૂક, શેર-બોન્ડ્સમાં પણ રોકાણ

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
MPના નવા મુખ્યમંત્રી મોહન યાદવ કેટલું ભણેલા ને સંપત્તિ કેટલી ? બંદૂકનું લાયસન્સ પણ ખરું 1 - image

ભોપાલ, તા.12 નવેમ્બર-2023, સોમવાર

Mohan Yadav Networth : છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવાઈ છે. ઉજ્જૈન દક્ષિણથી ભાજપના ધારાસભ્ય ડૉક્ટર મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવાયા છે. બીએસસી, એલએલબી અને પીએચડીની ડિગ્રી ધરાવતા મોહન યાદવે શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીની પણ ભૂમિકા નિભાવી છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. મોહન યાદવે વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં સંપત્તિનો ખુલાસો કર્યો હતો. વિધાનસભા ચૂંટણી-2023માં 58 વર્ષિક ડૉક્ટર મોહન યાદવે ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ભાજપની ટિકિટ પર 95699 મતો મેળવ્યા હતા. તેમણે કોંગ્રેસના ચેતન પ્રેમનારાયણ યાદવને 12941 મતોથી હરાવ્યા હતા.

CM મોહન યાદવ પાસે કુલ 42 કરોડની સંપત્તિ

Myneta.comના રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી પાસે કુલ 42 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમની ઉપર લગભગ 9 કરોડનું દેવું છે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી પરિવારની કુલ નેટવર્થ 42,04,81,763માંથી મોહન યાદવ પાસે 1.41 લાખ રૂપિયાની રોકડ, જ્યારે તેમની પત્ની સીમા યાદવ પાસે 3.38 લાખની રોકડ છે. જ્યારે બંને દંપત્તિના જુદા જુદા બેંક એકાઉન્ટમાં 28,68,044.97 રૂપિયા જમા છે.

Share-Bondsમાં રોકાણ

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ઈન્વેસ્ટમેન્ટમાં પણ રસ ધરાવે છે. ચૂંટણી સોગંદનામા મુજબ તેમણે પત્ની સાથે ઘણી કંપનીઓના શેર, ડિબેન્ચર અને બોન્ડ્સમાં 6,42,71,317 રૂપિયાનું રોકાણ કરેલું છે. સેવિંગ એકાઉન્ટમાં પણ નાણાં જમા કર્યા છે. મળતા અહેવાલો મુજબ મોહન યાદવના નામે 3 લાખની વિમા પોલીસી, જ્યારે પત્ની નામે 9 લાખની વધુની ઈન્સ્યોરન્સ પોલિસી છે.

નવા CM પાસે 8 લાખનું સોનું, કાર અને હથિયાર

મોહન યાદવ પાસે લગભગ 140 ગ્રામ સોનું, જેની માર્કેટ વેલ્યુ 8 લાખ રૂપિયા છે. જ્યારે તેમની પત્ની પાસે 250 ગ્રામ સોનું, જ્વેલરી અને 1.2 કિલો ચાંદી છે, જેની કિંમત લગભગ 15.78 લાખ રૂપિયા છે. તેમની પાસે 22 લાખની એક કાર અને 72 હજારનું ટુ-વ્હિલર્સ પણ છે. હથિયારોની વાત કરીઓ તો તેમની પાસે 80 હજાર રૂપિયાની એક રિવોલ્વર અને 8 હજાર કિંમતની 12 બોરની બંદૂક પણ છે.

નવા મુખ્યમંત્રી પાસે કરોડોની જમીન

મોહન યાદવ અને તેમની પત્ની પાસે કરોડોની જમીન પણ છે. તેમની પાસે 15 કરોડ રૂપિયાની ખેતી લાયક જમીન છે. સીએમ પાસે ઉજ્જૈનમાં એક પ્લો છે, જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે, જ્યારે તેમની પત્નીના નામે લગભગ 6 કરોડ રૂપિયાની 2 ખેતી લાયક જમીન છે. ઉપરાંત પતિ-પતિની નામે 6 કરોડ રૂપિયાથી વધુની કિંમતમાં ઘર અને ફ્લેટ પણ છે.

મોહન યાદવને શિક્ષણમાં પણ ભરપુર રસ

છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવાઈ છે. રાજ્યને ખુબ જ ભણેલા-ગણેસા મુખ્યમંત્રી મળ્યા છે. ઉજ્જૈન દક્ષિણથી ભાજપના ધારાસભ્ય ડૉક્ટર મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવાયા છે. બીએસસી, એલએલબી અને પીએચડીની ડિગ્રી ધરાવતા મોહન યાદવે શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીની પણ ભૂમિકા નિભાવી છે. મીડિયા અહેવાલો મુજબ મોહન યાદવ અડધો ડઝનથી પણ વધુ ડિગ્રી ધરાવે છે. તેમણે ભણતરમાં વિશેષ રસ દાખવવા ઉપરાંત બીએસસી, એલએલબી, એમબીએ અને પીએચડી જેવી ડિગ્રીઓ પણ મેળવી છે.

મોહન યાદવની શૈક્ષણિક લાયકાત

તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેઓ ઘણા ભણેલા-લખેલા છે. તેમણે મધ્યપ્રદેશમાં રહીને શિક્ષણ મેળવ્યું છે. તેમણે રાજ્યમાં જ સ્કુલનું ભણતર પૂર્ણ કર્યા બાદ બીએસસી અને પછી વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો... ત્યારબાદ તેમણે આર્ટ્સ તરફ રસ દાખવી એમ.એ.પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો, પછી એમબીએ કર્યું હતું. ઉપરાંત તેમણે પીએચડીની ડિગ્રી પણ હાંસલ કરી છે.

મોહન યાદવ પાસે ડૉક્ટરની ડિગ્રી

મોહન યાદવે પીએચડીની ડિગ્રી મેળવ્યા બાદ ડૉક્ટરની ડિગ્રી મેળવી... આ ડિગ્રી હાંસલ કર્યા બાદ તેમની ઓળખ ડૉ.મોહન યાદવ તરીકે થવા લાગી. ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે લોકો વિધાનસભામાં પણ તેમનું સન્માન કરતા હતા. એટલું જ નહીં તેઓ શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી પદનો પણ કાર્યભાળ સંભાળી ચુક્યા છે. એવું કહેવાય છે કે, નવા મુખ્યમંત્રી મોહન યાદવ ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય જોવા મળશે.

મોહન યાદવનું અંગત જીવન

ભોપાલના ભાજપ હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં 58 વર્ષિક મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ છે. યાદવ સ્વયંસેવક સંઘના નજીકના હોવાનું કહેવાય છે. મોહન ભાગવતનો જન્મ 25 માર્ચ 1965માં ઉજ્જૈનમાં થયો હતો. તેમના પિતાનું નામ પૂનમચંદ યાદવ છે. તેમના લગ્ન સીમા યાદવ સાથે થયા હતા, તેઓ પણ શિક્ષિત છે. મોહન યાદવને બે પુત્ર અને એક પુત્રી છે.


Google NewsGoogle News