Get The App

'ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરો...' વસ્તીમાં ઘટાડાનો દાવો કરતાં RSS પ્રમુખની સલાહ

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
'ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરો...' વસ્તીમાં ઘટાડાનો દાવો કરતાં RSS પ્રમુખની સલાહ 1 - image


RSS chief Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે દેશની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'વસતીમાં ઘટાડો ચિંતાનો વિષય છે. આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી 2.1થી નીચે જાય છે, તો પછી કોઈ સમસ્યા ન હોવા છતાં, તે સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને સમાજો લુપ્ત થઈ ગયા છે.'

નાગપુરમાં કથલે કુલની બેઠકમાં વસ્તીને લઈને મોહન ભાગવતે જણાવ્યું હતું કે, 'વસ્તી 2.1થી નીચે ન હોવી જોઈએ, આપણા દેશની વસ્તી નીતિ 1998 અથવા 2002માં નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે એમ પણ કહે છે કે કોઈપણ સમાજની વસ્તી 2.1 થી નીચે ન હોવી જોઈએ. ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જોઈએ, આ સંખ્યા મહત્વપૂર્ણ છે કારણ કે સમાજે ટકી રહેવું જ જોઈએ.'

આ પણ વાંચો: I.N.D.I.A.માં તિરાડ? દિલ્હીની ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, કોંગ્રેસને જોરદાર ઝટકો


વસ્તી કાયદાની માંગ વચ્ચે નિવેદન આવ્યું છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડા મોહન ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં વસ્તી કાયદો લાવવાની માંગ ઊઠી રહી છે. તાજેતરમાં જ ભારતે વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દીધું છે. જો કે મોહન ભાગવતના આ નિવેદને ફરી એકવાર દેશમાં ચર્ચા જગાવી છે. કેટલાક લોકો કહે છે કે ભારતમાં પહેલાથી જ વસ્તી વિસ્ફોટ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં વધુ બાળકો સારા નથી.

'ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરો...' વસ્તીમાં ઘટાડાનો દાવો કરતાં RSS પ્રમુખની સલાહ 2 - image


Google NewsGoogle News