Get The App

World Cup 2023 : 'શમી સાથે ત્યારે ફક્ત રાહુલ ગાંધી જ ઉભા હતા', સેમિફાઈનલમાં ભારતની જીત પછી બોલ્યા કોંગ્રેસ નેતા

સેમિફાઈનલમાં મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન બતાવતા 7 વિકેટ ઝડપી

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
World Cup 2023 :  'શમી સાથે ત્યારે ફક્ત રાહુલ ગાંધી જ ઉભા હતા', સેમિફાઈનલમાં ભારતની જીત પછી બોલ્યા કોંગ્રેસ નેતા 1 - image



Rahul Gandhi On Shami : ગઈકાલે ભારતે ODI World Cup 2023ની સેમિફાઈનલમાં  ન્યુઝીલેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. ટીમ ઈન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી છે. આ મેચમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન બતાવતા 7 વિકેટ ઝડપી હતી. શમીની ઘાતક બોલિંગના અનેક લોકો દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે. એવામાં કોંગ્રેસના એક નેતાની ટીપ્પણી સામે આવી છે. તેમણે તેના ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, તેના મુશ્કેલીના સમયમાં ફક્ત રાહુલ ગાંધી જ તેમની સાથે ઉભા હતા.

કોંગ્રેસ નેતાએ કરી ટ્વીટ 

સેમિફાઈનલમાં ભારતની જીત પછી કોંગ્રેસ નેતા શ્રીનિવાસે ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું કે, આજથી કેટલાક વર્ષો પહેલા જયારે હિંદુ-મુસ્લીમની રાજનીતિની આડમાં કેટલાક ભક્ત શમીને ગાળો આપતા હતા ત્યારે શમી સાથે ફક્ત રાહુલ ગાંધી જ ઉભા હતા. તેમણે જૂનો ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, મોહમ્મદ શમી અમે તમારી સાથે છીએ. તે લોકોમાં નફરતની ભાવના છે કારણ કે તે પ્રેમ આપી શકતા નથી.   

પીએમ મોદી થયા શમીના ફેન

નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, 'આજની સેમિફાઇનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની હતી. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગને ક્રિકેટ પ્રેમીઓ અને આવનારી પેઢીઓ યાદ રાખશે. વેલ પ્લેડ શામી!' શમીએ ODI World Cup 2023ની 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે. ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન બદલ તેણે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.

ભારતીય ટીમની સતત 10મી જીત

ભારતે ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી. ODI World Cup 2023માં ભારતીય ટીમની આ સતત 10મી જીત છે. ભારતની જીત પર પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત ઘણા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા.


Google NewsGoogle News