મોટી દુર્ઘટના: મોહાલીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની શક્યતા
Mohali Building Collapsed: પંજાબમાં મોહાલીના સોહાના ગામમાં શનિવારે (21 ડિસેમ્બર, 2024) મોટી દુર્ઘટના બની હતી. અહીં ત્રણ માળની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની શક્યતા છે. ઘટના સ્થળ પર પોલીસ અને તંત્રના અધિકારીઓ દોડી ગયા અને બચાવ-રાહત કામગીરી હાથ ધરી છે. આ અકસ્માત સાંજે 5 વાગ્યાની આસપાસ સર્જાયો હતો.
બિલ્ડિંગમાં એક જિમ, ટ્યુશન સેન્ટર અને પીજી ચાલતું હતું. બિલ્ડિંગની નજીક એક બેજમેન્ટનું ખોદકામ પણ ચાલી રહ્યું હતું, જેનાથી બિલ્ડિંગનો પાયો નબળો થઈ ગયો અને તે અચાનક ધરાશાયી થઈ ગયું. દુર્ઘટના સમયે જિમમાં લોકો એક્સરસાઇઝ કરી રહ્યા હતા, જેનાથી એ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે કાટમાળમાં જિમમાં હાજર લોકો દબાયા હોય શકે છે. તંત્ર જિમ સંચાલકોનો સંપર્ક કરી રહી છે કે દુર્ઘટના સમયે જિમમાં કેટલા લોકો હતા.
મળતી માહિતી મુજબ, બિલ્ડિંગના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર એક જિમ ચાલી રહ્યું હતું. ઘટના સમયે લોકો જીમમાં કસરત કરી રહ્યા હતા. પહેલા માળે ટ્યુશન સેન્ટરમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, જ્યારે બીજા માળે પીજીમાં કેટલાક યુવક-યુવતીઓ હાજર હતા. બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ. અકસ્માતની જાણ થતાં જ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
બેઝમેન્ટમાં ખોદકામ અકસ્માતનું કારણ બન્યું
કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ માળની ઈમારતની બાજુમાં બેઝમેન્ટમાં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. બિલ્ડિંગના માલિક ધમન સિંહે તાજેતરમાં બિલ્ડિંગની નજીક એક પ્લોટ ખરીદ્યો હતો અને ત્યાં નવી બિલ્ડિંગ બનાવવા માટે ખોદકામ કરાવી રહ્યો હતો. ખોદકામ દરમિયાન જેસીબી મશીન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્રણ માળની ઈમારતનો પાયો નબળો પડી ગયો અને આ દુર્ઘટના બની.