પન્નુ હત્યા પ્રયાસ અંગે ભારત પરના અમેરિકાના આક્ષેપોનો મોદીનો કઠોર જવાબ
- અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે પ્રતિબદ્ધ છે : આ સાથે તેમ પણ કહ્યું કે : 'એક કે બે ઘટનાઓ આપણા સંબંધોને ખરડી ન શકે'
નવી દિલ્હી : આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોનો કઠોર જવાબ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે પ્રતિબદ્ધ છે. સાથે તેમ પણ કહ્યું કે આવી એક બે ઘટનાઓ આપણા સંબંધોને અસર કરી ન શકે.
વડાપ્રધાને ફાયનાન્શ્યલ ટાઇમ્સને આપેલી એક મુલાકાતમાં તેઓએ કહ્યું, જો કોઈ તે વિષે કશી માહિતી આપે, તો અમે જરૂર તે અંગે તપાસ યોજીશું જ. અમારા કોઈ પણ નાગરિકે કશું સારૃં કે ખરાબ પણ કર્યું હોય તો, અમે તે વિષે તપાસ કરવા તૈયાર જ છીએ. અમારો દેશ કાનુનનાં અનુશાસન (રૂલ ઑફ લૉ) અંગે પ્રતિબદ્ધ છે.
તે સર્વ વિદિત છે કે તાજેતરમાં શિખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની અમેરિકામાં હત્યાના પ્રયાસ અંગે અમેરિકાનાં તંત્રે ભારત ઉપર સીધો જ આક્ષેપ મુકયો હતો. જેનો મોદીએ કઠોર પ્રત્યુત્તર આપ્યો હતો. પરંતુ તે સાથે તેમ પણ કહ્યું હતું કે, આવી એક બે ઘટનાઓ અમારા સંબંધો પર અસર નહીં જ કરી શકે.
આ પ્રકારની ઘટનાઓ અંગે નિરીક્ષકો તેમ પણ કહે છે કે, તે પણ સંભવિત છે કે, પાકિસ્તાન અને ચીનના ધન-બળથી પ્રભાવિત તેવા કેટલાએ લોકો અમેરિકાનાં વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયમાં છે, તેઓનો એક માત્ર હેતુ ભારતને બદનામ કરવાનો છે. તેમાં પણ ભારતે જે ઝડપથી આર્થિક તેમજ વિજ્ઞાાન ક્ષેત્રે પ્રગતિ સાધી છે તેથી અમેરિકાના ઉચ્ચતમ અધિકારીઓ પણ બળી મર્યા છે. તેથી હિન્ડનબર્ગ રિપોર્ટ જેમાં અદાણી જુથના વ્યવહારોની પાયા વિહીન ટીકાઓ કરાઈ છે, તે તેમજ ભારતે અંતરિક્ષમાં મોકલેલા મંગલયાન કે ચંદ્ર ઉપર ચંદ્રયાન-૩થી ભારતને મળતી પ્રશંસા સહી ન શકતાં આવા મનઘડંત આક્ષેપો કરતા રહે છે. જેથી બંને દેશો વચ્ચે તિરાડો વધારવા કૃત સંકલ્પ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને પહોંચી વળે તેમ છે.
તે સર્વ વિદિત છે કે આ વર્ષના જુન મહિનામાં ગુરપતવંત સિંઘ પન્નુ અમેરિકાની મુલાકાતે ગયો હતો ત્યારે તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો. તે અંગે અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા એફબીઆઈએ કહ્યું હતું કે ગુપ્તા નામક એક ભારતીયએ પન્નુની હત્યા માટે એક નિશાનબાજને રોકયો હતો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તેવા આક્ષેપોને પુષ્ટિ આપે તેવા કોઈ પ્રમાણો હજી સુધી યુએસ આપી શકયું નથી. તેથી નરેન્દ્ર મોદીએ આ કઠોર ઉત્તર આપ્યો હતો. નિરીક્ષકો કહે છે પુરાવા હતા જ નહીં પુરાવા આપે ક્યાંથી ?