મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી અભિનંદન પાઠવ્યા
બંને નેતાઓએ ટેલિફોન પર વાતચીત દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય સંબધો અંગે ચર્ચા કરી
બંને નેતા વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવા તૈયાર
નવી દિલ્હી,
તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે ફોેન
પર વાતચીત થઇ છે. ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત છે. ૨૦
જાન્યુઆરીએ શપથ ગ્રહણ પછી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ ટેલિફોન પર વાતચીત દરમિયાન ભારત અને
અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય સંબધો અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મારા
મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો છે. તેમણે ટ્રમ્પને
ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે અભિનેંદન પાઠવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે
પરસ્પર લાભકારી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ.
તેમણે જણાવ્યું હતું કે અમે લોકોના કલ્યાણ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને
સુરક્ષા માટે મળીને કામ કરીશું. પીએમ મોદીએ આ અગાઉ સાત નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી
જીત્યા પછી ટ્રમ્પ સાથે વાત કરી હતી.
વાતચીત દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા
તેમને શાનદાર વ્યકિત ગણાવ્યા હતાં અને કહ્યું હતું કે સમગ્ર વિશ્વ તેમને પ્રેમ કરે
છે. ભારત એક શાનદાર દેશ છે અને તે પીએમ મોદી અને ભારતને સાચા મિત્ર માને છે. બંને
નેતા વિશ્વ શાંતિ માટે મળીને કામ કરવા સંમત થયા છે.