Get The App

એક જ બેઠકથી ત્રીજી વખત ચૂંટણી લડનારા મોદી ત્રીજા વડાપ્રધાન, સૌથી વધુ આ રાજ્યએ આપ્યા PM

Updated: May 15th, 2024


Google NewsGoogle News
એક જ બેઠકથી ત્રીજી વખત ચૂંટણી લડનારા મોદી ત્રીજા વડાપ્રધાન, સૌથી વધુ આ રાજ્યએ આપ્યા PM 1 - image


Lok Sabha Elections 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસી સંસદીય બેઠક પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવીને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને ભારત રત્ન પંડિત અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી છે. બંને ભૂતપૂર્વ વડા પ્રધાન પોતપોતાના મતવિસ્તાર (એક જ લોકસભા)માંથી ચૂંટણી લડ્યા હતા અને જંગી મતોથી જીત્યા હતા. હવે નરેન્દ્ર મોદીએ આ જ લોકસભા સીટ પરથી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટણી લડીને તેમની બરાબરી કરી લીધી છે.

વડાપ્રધાન પદ પર રહેવાનું સન્માન મળ્યું 

પંડિત નેહરુ 1951-52, 1957 અને 1962માં ત્રણ વખત પ્રયાગરાજ જિલ્લાની ફુલપુર બેઠક પરથી સાંસદ હતા અને ત્રણેય વખત તેમણે વડાપ્રધાન તરીકે દેશની કમાન સંભાળી હતી. પંડિત નેહરુને દેશના પ્રથમ વડાપ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. જો કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી પાંચ વખત લખનઉથી સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ 1996, 1998 અને 1999માં સાંસદ બન્યા બાદ તેમને વડાપ્રધાન પદ પર રહેવાનું સન્માન મળ્યું હતું.

નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાનોની કરી બરાબરી

જયારે હવે નરેન્દ્ર મોદી 2014 અને 2019માં વારાણસીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. બંને વખત કેન્દ્રમાં તેમના નેતૃત્વમાં મજબૂત બહુમતી સાથે સરકારો બની હતી. વારાણસીથી ફરી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવીને મોદીએ એક જ લોકસભા બેઠક પરથી સતત ત્રણ વખત ચૂંટણી લડનારા બંને પૂર્વ વડાપ્રધાનોની બરાબરી કરી લીધી છે.

14 માંથી નવ વડાપ્રધાનો યુપીના છે

ભારતના લોકશાહી ઈતિહાસમાં 14 વડાપ્રધાનો રહ્યા છે, જેમાંથી નવ ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. પંડિત જવાહર લાલ નેહરુથી શરૂ થયેલો આ ટ્રેન્ડ નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, ચૌધરી ચરણ સિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી યુપીની વિવિધ બેઠકો પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા અને ચૂંટાયેલા સાંસદોએ તેમને વડાપ્રધાન તરીકે તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા.

મોદીનો કાર્યકાળ નવ વર્ષ 350 દિવસનો છે

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો બે ટર્મનો કાર્યકાળ નવ વર્ષ અને 350 દિવસનો છે. જો કે સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાનો રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના નામે છે.

નેહરુ 16 વર્ષ અને 286 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. જયારે બીજા નંબરે ઇન્દિરા ગાંધી છે. તેમણે 11 વર્ષ અને 59 દિવસ સુધી પ્રધાનમંત્રી પદ સાંભળ્યું હતું. જયારે મનમોહન સિંહ દસ વર્ષ અને ચાર દિવસ દેશના પીએમ હતા. કાર્યકાળની દ્રષ્ટિએ તેઓ ત્રીજા સ્થાને છે.

પીએમ જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે

જવાહર લાલ નેહરુ - 16 વર્ષ 286 દિવસ

ઈન્દિરા ગાંધી - 11 વર્ષ 59 દિવસ

મનમોહન સિંહ - 10 વર્ષ 04 દિવસ

નરેન્દ્ર મોદી - 9 વર્ષ 350 દિવસ

અટલ બિહારી વાજપેયી - 6 વર્ષ 64 દિવસ

રાજીવ ગાંધી--5 વર્ષ 32 દિવસ.

એક જ બેઠકથી ત્રીજી વખત ચૂંટણી લડનારા મોદી ત્રીજા વડાપ્રધાન, સૌથી વધુ આ રાજ્યએ આપ્યા PM 2 - image


Google NewsGoogle News