Get The App

અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કેન્દ્રીય સુરક્ષા દળોમાં મળશે 10% અનામત

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કેન્દ્રીય સુરક્ષા દળોમાં મળશે 10% અનામત 1 - image


Agniveer Yojana : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એટલેકે CAPFમાં અગ્નિવીરની ભરતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. CISFએ આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. CISF DG નીના સિંહે કહ્યું છે કે, હવે કોન્સ્ટેબલની ભરતીમાં 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. ઉપરાંત તેઓને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા(Physical efficiency test)માં મુક્તિ આપવામાં આવશે.

નીના સિંહે કહ્યું છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં પણ છૂટછાટ મળશે. આ વ્યવસ્થા CISF માટે પણ મહત્વની છે કારણકે તે CISFને પ્રશિક્ષિત, સક્ષમ અને લાયક મેનપાવર મળશે. આ રિઝર્વેશન પૂર્વ અગ્નિવીરોને CISFમાં સેવા કરવાની તક પણ આપશે.

અગ્નિવીરોને ભરતીમાં 10 ટકા અનામત મળશે: BSF

આ અંગે બીએસએફ ડીજીનું નિવેદન પણ આવ્યું છે. બીએસએફના ડીજી નીતિન અગ્રવાલે કહ્યું છે કે અમે સૈનિકોને તૈયાર કરી રહ્યા છીએ. આ અનામતથી વધુ સારૂં કંઈ ન હોઈ શકે. આ અગ્નિવીરોની સાથે તમામ સુરક્ષા દળોને ફાયદો થશે. અગ્નિવીરોને BSFની ભરતીમાં પણ 10 ટકા અનામત મળશે.

CRPFના DG અનીશ દયાલ સિંહે પણ કહ્યું કે, CRPFમાં ભૂતપૂર્વ અગ્નિવીરોની ભરતી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અગ્નિવીરોએ સેનામાં રહીને શિસ્ત શીખી છે. આ નવી સિસ્ટમ સાથે, અમારી પાસે પહેલા દિવસથી જ પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ કર્મચારીઓ હશે. CRPFમાં અગ્નિવીરોની પ્રથમ બેચને વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે.

આ સિવાય SSB અને RPFના વડાએ પણ કહ્યું કે અમે આ નિર્ણયને આવકારીએ છીએ. અમે ભૂતપૂર્વ અગ્નિવીરોનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ નિર્ણય ફોર્સને નવી શક્તિ, ઉર્જા આપશે અને સૈનિકોનું મનોબળ વધશે. કોન્સ્ટેબલની 10 ટકા જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવી છે. પ્રથમ બેચને વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. તેમને કોઈપણ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં.


Google NewsGoogle News